સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

જામનગરમાં લાખોટા તળાવ ખાતે એરફોર્સ દ્વારા આઝાદી કા મહા રનનું કરાયું આયોજન


આઝાદી કા મહા રનમાં એક હજારથી પણ વધુ લોકોએ લીધો ભાગ

Posted On: 13 AUG 2022 4:35PM by PIB Ahmedabad

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હર ઘર તિરંગા અભિયાનના આહ્વાનના પગલે જામનગરમાં વાયુસેનાની પાંખ એરફોર્સ દ્વારા મનપાના સંયુક્ત ઉપક્રમે આજે આઝાદીના 75 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થતા અને તિરંગા યાત્રાના ભાગરૂપે જામનગરના ઐતિહાસિક લાખોટા તળાવ ખાતેથી એક મહા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાથમાંથી તિરંગો લઈ અને સેનાના જવાનો તેમજ શહેરિજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

જામનગરમાં વાયુ સેનાની પાંખ એરફોર્સ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત લાખોટા તળાવ ખાતે આઝાદી કા મહા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 કિલોમીટરની મેરેથોન, 5 કિલોમીટર રનિંગ અને 5 કિમી વોકિંગનું આયોજન થયું હતું. મહા રનમાં એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ત્યારે જામનગર એરફોર્સના સીઓ, જામનગરના SP અને JMC ના કમિશનર પણ આ મહા રનમાં જોડાયા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને દેશ ભક્તિ ગીત સાથે લોકો રનિંગ કર્યું હતું. જ્યારે અલગ અલગ વિસ્તારમાંથી પસાર થયેલ મીની મેરેથોનનો અદભુત ડ્રોન નજારો પણ જોવા મળ્યો હતો.

SD/GP/JD


(Release ID: 1851538) Visitor Counter : 169