સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

હર ઘર તિરંગા” અભિયાનને વધાવી તમામ નાગરિકો પોતાના ઘર- કાર્યસ્થળ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તેવી અપીલ કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે


તિલકવાડાની કે.એમ.શાહ પબ્લિક સ્કૂલ ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો

Posted On: 13 AUG 2022 3:02PM by PIB Ahmedabad

સમગ્ર ભારત વર્ષ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સૌ નાગરિકો પોતાના ઘર અને કાર્ય સ્થળ ઉપર ત્રણ દિવસ સુધી તિરંગો ફરકાવવાના છે એવામાં આજરોજ તિલકવાડાની કે.એમ.શાહ પબ્લિક સ્કૂલ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયના રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલેની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી અને સ્થાનિક અગ્રણીઓ, શાળાના શિક્ષકો- બાળકો અને ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વિતરણ કરાયા બાદ શાળાના બાળકોએ તિલકવાડા નગરમાં તિરંગા યાત્રા યોજી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના બાળકો, અગ્રણીઓ અને નાગરિકોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધી, બાળ ગંગાધર તિલક જેવા મહાન લડવૈયા, ભગતસિંહ જેવા શુરવીરોએ દેશની આઝાદીમાં બલિદાન આપ્યું છે, ત્યારે આ અવસર તેમના બલિદાનને યાદ કરવાનો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશ પ્રગતિના પથ પર આગળ ધપી રહ્યો છે ત્યારે વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે આવેલા અમૂલ પરિવર્તનોની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ રહી છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ આજથી તમામ નાગરિકો પણ પોતાના ઘર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રહ્યાં છે. આપણે સૌ નાગરિકો પોતાના ઘર અને કાર્ય સ્થળ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ પર્વની ઉજવણીમાં સહભાગી બનીએ, એમ તેમ તેમણે જણાવ્યું હતું. આ અવસરે બાળકોને અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, આપણે શાળામાં આવીએ છીએ ત્યારે માતા-પિતા આપણાં માટે સ્વપ્ન જોતા હોય છે. સરકારશ્રીનું પણ “બેટી બચાવો, બેટી પઢાવો”નું સ્વપ્ન રહેલું છે. ત્યારે આ નારાને આગળ ધપાવીને દિકરીઓના શિક્ષણ પર ભાર મૂકીએ. જોકે, આજે વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રે દિકરીઓ આગળ વધી રહી છે. વિવિધ ક્ષેત્રમાં દિકરીઓ નેતૃત્વ પણ કરી રહી છે, જે આપણા માટે ગૌરવની વાત છે.

તિલકવાડાના કાર્યક્રમ બાદ મંત્રીશ્રી રામદાસ આઠવલે SOU-એકતાનગર સ્થિત બીઆરજી ભવન ખાતે સિંધી હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “સિંધી યુનિટી મહાસંમેલન”માં હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સિંધી સમાજના અગ્રણીઓ અને નાગરિકોને મંત્રીશ્રીએ સંબોધન કરતા સમગ્ર દેશ અને દુનિયામાં સિંધી સમાજે વેપાર ક્ષેત્રે ખેડેલા સાહસને તેમણે યાદ કર્યા હતા.

SD/GP/JD



(Release ID: 1851520) Visitor Counter : 176