રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી સ્ટેશન પર "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" પ્રદર્શનીનું આયોજન

Posted On: 11 AUG 2022 10:21PM by PIB Ahmedabad

 

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત 14 ઓગસ્ટને સમગ્ર દેશમાં "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ કડીમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના સાબરમતી સ્ટેશન પર 10 થી 14 ઓગસ્ટ, 2022 દરમિયાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલ એક પ્રેસ રિલીઝ મુજબ 15 ઓગસ્ટ, 2021ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ દેશના લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં મનાવવામાં આવી રહ્યો છે, જેમણે અંધાધૂંધ નફરત અને હિંસાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ (IGNCA) દ્વારા એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફોટો પ્રદર્શનીમાં એ લાખો લોકોની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે ઐતિહાસિક તથ્યો દર્શાવવામાં આવ્યા છે, જે લોકોએ ભાગલાનું દુખ વેઠ્યું છે. આ પ્રદર્શની દેશને છેલ્લી સદીમાં માનવ વસ્તીના સૌથી મોટા વિસ્થાપનની યાદ અપાવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પશ્ચિમ રેલ્વે દ્વારા આ પ્રદર્શનીનું સાબરમતી સ્ટેશન પર આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી પ્રસિદ્ધ દાંડી યાત્રા શરૂઆત કરી હતી.  

SD/GP/JD



(Release ID: 1851091) Visitor Counter : 128