સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ હવે બનશે અત્યાધુનિક


કેન્દ્ર સરકારે રૂ. ૪૫ કરોડ ફાળવ્યા

૧૫૦ બેડ સાથે આધુનિક સારવાર મળશે

Posted On: 10 AUG 2022 6:43PM by PIB Ahmedabad

પાલિતાણા, ભાવનગરની સરકારી હોસ્પિટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે માટે રૂ.૪૫ કરોડની ફાળવણી માટે સંમત્તિ આપી દેવામાં આવી છે.

Get out of your colonial mindset': Twitterati shut down trolls demeaning  Health Minister Mansukh Mandaviya for poor English

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાપાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે તેને અપગ્રેડ કરવાના આદેશો આપ્યા હતા. હવે પાલિતાણા સરકારી હોસ્પિટલ ૫૬ બેડમાં થી ૧૫૦ બેડ ની હોસ્પિટલ બનશે. નવા ઉમેરાયેલા બેડમાં જનરલ બેડની સાથે સાથે બાળકો માટેના બેડ અને ICU બેડની પણ સુવિધા રહશે. નવા બેડની સાથે દર્દીની સારવાર માટેની તમામ અત્યાધુનીક સગવડો પણ ઉભી કરાશે.

સર માનસિંહજી હોસ્પિટલના અપગ્રેડેશન સાથે નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ પાલિતાણાની વિશાલ જનસંખ્યાને મળશે. મેડિકલ- ક્ષેત્રની તમામ અત્યાધુનિક સારવાર હવે પાલિતાણામાં જ સુલભ બનશે.  

અત્રે નોધનીય છે કે, દેશના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાલિતાણાની સ્વાસ્થ્ય-સુવિધાને સુસજ્જ કરવા માટે રૂ. ૪૫ કરોડ દ્વારા અપગ્રેડેશન થશે.

SD/GP/JD


(Release ID: 1850599) Visitor Counter : 166