સંરક્ષણ મંત્રાલય
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભુજ ખાતે બીએસએફની તિરંગા યાત્રા
प्रविष्टि तिथि:
09 AUG 2022 5:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનના કરાયેલ આહ્વાનને પગલે બીએસએફ દ્વારા લોક જાગૃતિ અંતર્ગત ભુજ ખાતે બાઈક રેલીનું આયોજન કરાયું હતું.

"હર ઘર તિરંગા'ના સંદેશ સાથે આજે સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા ભુજના મુન્દ્રા રોડથી એક તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં 100 બીએસએફના જવાનોએ ભાગ લીધો હતો. બાઈક રેલીને કમાન્ડન્ટ શ્રી રાજકુમાર નેગીએ લીલી ઝંડી આપી હતી.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1850270)
आगंतुक पटल : 195