કાપડ મંત્રાલય

અમદાવાદના વીવર્સ સર્વિસ સેન્ટરમાં રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાઈ

Posted On: 08 AUG 2022 4:16PM by PIB Ahmedabad

દેશના સામાજિક આર્થિક વિકાસ માટે હેન્ડલૂમ ઉદ્યોગના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે વર્ષ 2015માં 7મી ઓગસ્ટને રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

તેના અનુસંધાનમાં, વર્ષે પણ 7મી ઓગસ્ટ 2022ના રોજ રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી માટેનું મુખ્ય રાષ્ટ્રીય સ્તરનું કાર્ય દિવસના ઉત્તરાર્ધમાં વર્ચ્યુઅલ મોડ દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું અને પ્રથમ ભાગમાં રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના વીવર્સ સર્વિસ સેન્ટરમાં ઉજવણી કરવામાં આવી હતી.

સમારંભના મુખ્ય મહેમાન ડો. કિરીટભાઈ સોલંકી, માનનીય સાંસદ, લોકસભા, અમદાવાદ (પશ્ચિમ) અને અતિથિ વિશેષ શ્રી કાંતિભાઈ લકુમ, અધ્યક્ષ ગુસીકા અને ભૂતપૂર્વ ધારાસભ્ય (બાવલા) હતા. ડૉ. કિરીટભાઈ સોલંકી, માનનીય સાંસદ, લોકસભા, અમદાવાદ (પશ્ચિમ) તેમના વક્તવ્યમાં પાટણના પોટાળાની પરંપરાને ઉત્થાન આપવાનું સૂચન કર્યું અને વણકર સેવા કેન્દ્ર, અમદાવાદને વણકરોને પટોળા કૌશલ્ય તાલીમનો લાભ અને અન્ય નાણાકીય સહાય આપવા માટે દરખાસ્ત રજૂ કરવા વિનંતી કરી છે. પટોળા નું ઉત્પાદન મૂલ્ય વર્ધિત છે અને વણકરોને વધુ ફાયદો થઈ શકે છે.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સાથે જોડાયેલા હેન્ડલૂમ વણકરો, એવોર્ડ મેળવનારાઓ, ડિઝાઇનર્સ, સાહસિકો, હેન્ડલૂમ એજન્સીઓ, હેન્ડલૂમ માર્ક અને ઇન્ડિયા હેન્ડલૂમ બ્રાન્ડ ધારકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1849851) Visitor Counter : 197