સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
સુકન્યા સમૃદ્ધિ યોજના; દીકરીઓ માટેની ખાસ યોજના
Posted On:
02 AUG 2022 4:13PM by PIB Ahmedabad
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 'મારી દીકરી સમૃદ્ધ દીકરી' અભિયાનનો શુભારંભ શ્રી દેવુસિંહ ચૌહાણ, સંચાર રાજ્યમંત્રીશ્રી દ્વારા 16-06-2022ના રોજ સીલવાસા ખાતે કરવામાં આવ્યો હતો. આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દૂરંદેશી છે, જેઓ દીકરીઓના આર્થિક સશક્તીકરણ માટે પ્રતિબદ્ધ છે. આ અનોખી યોજના લાખો કન્યાઓને ખૂબ જ નજીવી કિંમતે સામાજિક સુરક્ષા પૂરી પાડવાની દિશામાં એક નવીન પહેલ છે. તારીખ 01-08-2022 સુધીમાં, ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોમાં કુલ 11.09 લાખ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ્સ ખોલાવેલ છે જેમાંથી 2.33 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ચાલુ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ખોલવામાં આવ્યા છે.
સુકન્યા સમૃદ્ધિ ખાતું બાળકીના જન્મથી લઈને 10 વર્ષની થાય ત્યાં સુધી કોઈપણ સમયે તેના નામે ઓછામાં ઓછી રૂ.250/-ની ડિપોઝિટ સાથે ખોલી શકાય છે અને ત્યારબાદ રૂ.50/-ના ગુણાંકમાં કોઈપણ રકમ જમા કરી શકાય છે. વધુમાં વધુ એક નાણાકીય વર્ષમાં રૂ.1,50,000 જમા કરાવી શકાય છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર લાભ ઉપલબ્ધ છે. વધુ માહિતી અથવા સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા માટે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1847417)
Visitor Counter : 329