સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ અક્ષર” અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતાનું આયોજન

Posted On: 02 AUG 2022 11:40AM by PIB Ahmedabad

આઝાદી કા અમૃત મહોત્સવઅંતર્ગત ભારતીય ટપાલ વિભાગ દ્વારાઢાઈ અક્ષરઅખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે. જેમાં સ્પર્ધકોએભારત 2047 માટે વિઝનવિષય પર પત્ર લખવાનો રહેશે. જેમાં વિજેતાને રૂ. 5000/-થી લઈને રૂ. 50000/- સુધીના પુરસ્કાર મળી શકશે.

પત્ર અંગ્રેજી/હિન્દી/ગુજરાતીમાં શ્રી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલને સંબોધીને લખી શકાશે. પત્ર -4 સાઈઝના કાગળ (વધુમાં વધુ 1000 શબ્દો) અથવા આંતરદેશિય કાર્ડ (વધુમાં વધુ 500 શબ્દો)માં લખી શકાશે. -4 સાઈઝના કાગળને એમ્બાસસેડ કવરમાં નાખીને પોસ્ટ કરવાના રહેશે.

પત્રોશ્રી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001ના સરનામે તારીખ 31/10/2022 સુધીમાં પહોંચી જાય તે રીતે મોકલવાના રહેશે. જે માટે શહેરમાં નક્કી કરેલી પોસ્ટ ઓફિસમાં (નવરંગપુરા, રેવડી બજાર, મણિનગર, માણેકબાગ અને ગાંધી આશ્રમ) મુકેલી ખાસ ટપાલ પેટીમાં પોસ્ટ કરવાના રહેશે. ગામડાના લોકો પોતાના ગામની શાખા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી શકે છે.

સ્પર્ધા બે કેટેગરીમાં (1) 18 વર્ષ સુધીની ઉંમર માટે (2) 18 વર્ષથી ઉપરની ઉંમર માટે) રાખી છે. સ્પર્ધકોએ પત્રમાં લખવું કે, હું પ્રમાણિત કરૂં છું કે હું 18 વર્ષથી નીચે/ઉપર છું.

રાજ્ય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂ. 25,000/-, રૂ. 10,000/- ને રૂ. 5,000/- પુરસ્કાર આપવામાં આવશે તથા રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂ. 50,000/-, રૂ. 25,000/- અને રૂ. 10,000/- પુરસ્કાર આપવામાં આવશે.

વધુ વિગતો વિભાગ વેબસાઈટ https://www.indiapost.gov.in પર જાણી શકાશે,

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1847267) Visitor Counter : 206