પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગીર ગાય સહિત દેશની દેશી કુળની ગાયોના સંવર્ધન માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને પશુપાલનને નવી દિશા આપવી છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમ રૂપાલા

Posted On: 31 JUL 2022 7:38PM by PIB Ahmedabad

સૌરાષ્ટ્રમાં ગીર ગાયનું વ્યાપક સંવર્ધન કરીને કરીને ગુજરાત સહિત દેશના અર્થતંત્રમાં ગીર ગાયને જોડવા પોરબંદરમાં કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને રાજ્યના ગીર ગાયના સંવર્ધકો સાથે મીટીંગ યોજાઈ હતી. શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે ભારત સરકારના માર્ગદર્શનથી ગુજરાત સરકાર,એનડીડીબીના સહયોગથી અમર ડેરીના સંકલનમાં અમરેલી ખાતે આઈ વી એફ લેબની કામગીરી શરૂ થઈ છે. ગીર ગાયની મૂળ ઓલાદના સંવર્ધન માટે સૌરાષ્ટ્રનું પ્રથમ આઈ વીએફ સેન્ટર અમરેલીમાં બનશે. આ ઉપરાંત હવે નાના પશુપાલકો આઇવીએફ ટેકનોલોજીથી વધુ દૂધ આપતી ગીર ગાય ઉછેરી શકશે, જેમાં ભારત સરકાર ગાય દીઠ ₹5,000ની  સહાય આપશે.

કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે સારી ઓલાદની ગીર ગાયનું બીજ લઈ સરકાર બ્રિડરો સાથે સંકલન કરશે. આ સાથે રાષ્ટ્રીય પોલીસી માટે કેન્દ્રીય મંત્રીશ્રીએ ગીર ગાયના સંવર્ધકો પાસેથી સૂચનો પણ લીધા હતા. તેમણે કહ્યું હતું કે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગીર ગાય સહિત દેશની દેશી કુળની ગાયોના સંવર્ધન માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને પશુપાલનને નવી દિશા આપવી છે.      

પોરબંદરના સર્કિટ હાઉસમાં કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યની મુખ્ય ગૌશાળા, ગૌ પ્રેમી સમર્થકો, ભારત સરકારના પશુ વૈજ્ઞાનિકોની ખુલ્લા મને થયેલી ચર્ચામાં ગીર ગાયના સંવર્ધન માટે બ્રાઝિલના મોડલની સાથે સાથે ગીર ગાયની મૂળ જાત ઉછેરવા ગૌ સંવર્ધકોએ સ્પષ્ટ મત આપ્યો હતો.

SD/GP/JD


(Release ID: 1846793) Visitor Counter : 233