પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પોરબંદરમાં લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી


પોરબંદરમાં જનભાગીદારીથી બનાવાયેલ પ્રથમ આઇસોલેશન સેન્ટર પશુ રોગ નિયંત્રણ માટે નવી દિશા આપશે: શ્રી રૂપાલા

પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના અને સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલી કામગીરીને કેન્દ્રીય મંત્રીશ્રીએ બિરદાવી

Posted On: 31 JUL 2022 4:16PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા આજે પોરબંદરની મુલાકાતે છે ત્યારે તેઓએ પોરબંદરમાં લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ  લમ્પી સ્કિન ડીસીઝ આઈસોલેશન સેન્ટરની મુલાકાત લઈ  જણાવ્યું હતું કે, લંપી રોગચાળાને લઈને  પોરબંદરે પહેલેથી જ રાજ્ય, દેશને નવો રાહ ચીંધ્યો છે તેમજ જિલ્લા દ્વારા આઈસોલેશન સેન્ટર શરૂ  કરી નવી રાહ ચીંધી છે.અન્યને પ્રેરિત થવાની પ્રેરણા પૂરી પાડી છે. લોકભાગીદારીથી પણ કાર્ય થઈ શકે છે તેમજ બધા લોકો સ્વચ્છતા જાળવે જેથી રોગચાળો અટકાવી શકાય.

પોરબંદરમાં નેહલબેન કારાવદરા દ્વારા ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ નેજા હેઠળ ચાલતી પશુ સેવાની કામગીરીને બિરદાવી લંપી વાયરસ ગ્રસ્ત પશુને અલગ વોર્ડમાં લાવીને સારવાર આપવામાં આવી રહી છે તે પ્રવૃત્તિને તેઓએ બિરદાવી પશુપાલન વિભાગના તબીબો દ્વારા કરવામાં આવતી સારવાર ને પણ આવકારી હતી. જિલ્લા તંત્ર સહિત કર્મચારી અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.  
  
આ તકે ધારાસભ્યશ્રી બાબુભાઈ જણાવ્યું કે,લોકોના જીવનધોરણ હાલમાં બદલાયું છે.આ પરિવર્તનને કારણે વિવિધ રોગો થઈ રહ્યા છે.પ્રકૃતિનું દોહન અટકાવવાની સાથે તેઓએ પર્યાવરણ જતન અંગે અનુરોધ કર્યો હતો.જેના લીધે  સ્વચ્છતા તથા પર્યાવરણ જાળવણી કરવાની અપીલ કરી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ શ્રી નેહલબેન ઓડેદરા, જેની જગ્યામાં  વોર્ડ શરૂ કરવામાં આવ્યો તે વિજયભાઈ વડુકર,પશુપાલન નાયબ નિયામક શ્રી ભરત મંડેરા, ડો.મનસુરી, આશાપુરા ચોકડીના કાર્યકર્તાઓ પશુ સેવાભાવી કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે કલેક્ટર શ્રી અશોક શર્મા, ભારત સરકારના આઈવીએફ સાઇન્ટીસ્ટ શ્યામ ઝવર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી .કે .અડવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડિયા,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજેઠીયા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરના જીઆઈડીસી ખાતે આવેલ આઇસોલેશન વોર્ડની મુલાકાત લઇ જિલ્લામાં લમ્પી વાયરસની પરિસ્થિતિની માહિતી મેળવી હતી.લમ્પી વાયરસ માટે કામગીરી કરી રહેલ તમામ અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરોની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે લમ્પી વાયરસ માટે સતત સેવાકીય કામગીરી કરતા અન્ય લોકોનુ કેન્દ્રીય મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1846751) Visitor Counter : 170