ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ચંદીગઢમાં નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું

પોસ્ટેડ ઓન: 30 JUL 2022 12:45AM by PIB Ahmedabad

વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અને ધીરે ધીરે અમે વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરીને ડ્રગ્સ સામેની લડાઈને અભેદ અને ઝડપી ગતિથી ચાલનારી લડાઇ બનાવી

તેમણે કહ્યું કે સ્વતંત્રતા પછી આજે પ્રથમ વખત  સ્પષ્ટ દિશા અને ઝડપી ગતિ સાથે, અમે ડ્રગ્સ સામેની લડાઈને આગળ વધારવામાં સફળ થયા છીએ, જેનાં પરિણામો પણ આવ્યાં છે

માદક પદાર્થોની વ્યક્તિ, સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર ખરાબ અસર પડે છે, તેથી તેનાં મૂળ સહિત તેને દ્રઢતા સાથે ઉખેડી નાખવું જરૂરી છે

નશીલા દ્રવ્યોની દાણચોરી સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવ્યા વિના કોઈ પણ તંદુરસ્ત, સમૃદ્ધ, સક્ષમ અને સલામત રાષ્ટ્ર પોતાનો હેતુ સિદ્ધ કરી શકે નહીં

ડ્રગ્સની દાણચોરી અને ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક હોય છે, ડ્રગ્સની તસ્કરી પછી, જ્યારે તે સમાજમાં ફેલાય છે, ત્યારે તે પેઢીઓને ખોખલી બનાવી દે છે

ડ્રગ્સ સામેની લડાઈમાં, ગૃહ મંત્રાલય બહુઆયામી અભિગમ સાથે આગળ વધ્યું છે, ઘણાં વહીવટી સુધારાઓ કરાયા છે અને નવી પદ્ધતિઓ પણ વિકસાવી છે અને રાજ્યોને તેની સાથે જોડવા માટે સક્રિય અભિગમ અપનાવ્યો છે

એન્કોર્ડનાં માધ્યમથી જિલ્લા સુધી કોઇ પણ પ્રકારની ક્યાંય છટકબારી ન રહે એવું એક સમન્વય તંત્ર બનાવવાનું કામ પણ ગૃહ મંત્રાલયે 2019થી કર્યું છે

2006-2013ની સરખામણીએ 2014-2022ની વચ્ચે છેલ્લાં 8 વર્ષમાં લગભગ 200 ટકા વધુ કેસ નોંધાયા છે, જેમાં ધરપકડની સંખ્યામાં 260 ટકાનો વધારો થયો છે

ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો બમણાથી વધુ થઈ ગયો છે,  2006થી 2013ની વચ્ચે 1.52 લાખ કિલો માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા જ્યારે 2014 થી 2022ની વચ્ચે 3.3 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે

2006થી 2013 સુધીમાં 768 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું, જ્યારે 2014થી 2021 વચ્ચે 20 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સને પકડીને તેનો નાશ કરવાનું અભિયાન ભારત સરકાર ચલાવી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જૂનથી 15 ઑગસ્ટ સુધી 75 દિવસ સુધી ડ્રગ્સ નષ્ટ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે અને આજે લગભગ 31000 કિલો ડ્રગ્સને ચાર શહેરોમાં સળગાવી દેવાયું છે

15 ઑગસ્ટે 75 દિવસનાં અભિયાનના અંતે તેની માત્રા એક લાખ કિલો સુધી પહોંચી જશે જેની અંદાજિત કાળા બજાર કિંમત આશરે 3000 કરોડ રૂપિયા હશે

આજે એન્કોર્ડ (NCORD) પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, આ પોર્ટલથી દેશભરની તમામ એજન્સીઓ માહિતી મેળવવા માટે સક્ષમ બનશે એટલું જ નહીં, તે એનકોર્ડની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન પણ હશે, તેના ઉપયોગથી આગામી સમયમાં સમગ્ર દેશમાં આ જ રીતે નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં મદદ મળશે

ગૃહ મંત્રાલયે સંસ્થાકીય માળખાને મજબૂત કરવા ત્રિ-સ્તરીય ફોર્મ્યુલા પર કામ શરૂ કર્યું છે, તમામ નાર્કો એજન્સીઓનું સશક્તીકરણ અને સંકલન, વિસ્તૃત જાગૃતિ અભિયાન અને નશામુક્તિ

21 રાજ્યોએ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે

ગૃહ મંત્રાલયની પહેલથી  બેવડા ઉપયોગની દવાઓના દુરૂપયોગને રોકવા માટે આરોગ્ય અને સામાજિક પરિવાર કલ્યાણ મંત્રાલય અને રસાયણ મંત્રાલય સાથે એક કાયમી આંતર-મંત્રાલય સમિતિની રચના કરવામાં આવી છે

ડ્રગ્સ અને ડાર્ક નેટ પર લગામ કસવા માટે ખૂબ જ ઝડપથી કામ કરવાની જરૂર છે, ડાર્ક વેબ અને ક્રિપ્ટોકરન્સીનો વેપાર બંને એકબીજા સાથે જોડાયેલા છે, ગૃહ મંત્રાલયે તાજેતરમાં ડાર્ક વેબ અને ક્રિપ્ટો કરન્સી પર એક ટાસ્ક ફોર્સની રચના કરી છે

એનસીબી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને એનસીબી કોઈ પણ રાજ્યને આધુનિક ફોરેન્સિક લેબ બનાવવા માટે સંપૂર્ણ માર્ગદર્શન આપશે

પંજાબમાં ડ્રગ્સની સમસ્યા વધુ છે કારણ કે તે સરહદી રાજ્ય છે, તેથી અહીં વધુ પ્રયત્નો કરવા પડશે, અમૃતસરમાં પણ એક ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે, સાથે જ એનસીબીનું એક નાનું કેન્દ્ર પણ ખોલવામાં આવશે જે તાલીમ ઉપલબ્ધ કરાવશે

શ્રી અમિત શાહે કહ્યું કે, ભારત સરકાર નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં પંજાબની સાથે ખભેખભો મિલાવીને ઊભી છે, પંજાબના યુવાનોને નશીલા દ્રવ્યોમાંથી બહાર લાવવાના છે અને એ માટે પંજાબ જે પણ પ્રયાસ કરશે અને પંજાબની નશીલા દ્રવ્યો સામેની જે પણ લડાઈ છે એમાં ભારત સરકાર મોદીજીનાં નેતૃત્વમાં મજબૂત સહયોગ આપશે

ભારત સરકારે 272 જિલ્લાઓ અને 80 હજારથી વધુ ગામડાંઓ ઓળખ્યાં છે, જ્યાં આ લડાઈ લડવાની છે, તે આપણું કામ છે કે સંકલ્પ સાથે, દરેક વ્યક્તિ, દરેક એજન્સી પોતાનાં કાર્યક્ષેત્રમાં આ લડાઇને મજબૂતાઇથી લઈ જાય

ભારત સરકારે 44 દેશો સાથે નાર્કોટિક્સ માટે અલગ અલગ એમઓયુ કર્યા છે અને માહિતીનું આદાન-પ્રદાન થઈ ગયું છે

ગૃહ મંત્રીએ કહ્યું કે અમને રાજ્યો પાસેથી ઘણી અપેક્ષાઓ છે, આ લડાઈ એકલી કેન્દ્ર સરકાર લડી શકે નહીં, રાજ્યની લડાઈ લડવાની ગતિ કેન્દ્ર કરતા બમણી હોય છે ત્યારે જ પરિણામ આવે છે અને રાજ્ય પણ એકલા હાથે લડી શકતું નથી, આપણે બધાએ સાથે મળીને આ લડાઈને આગળ લઈ જવાની છે

ડ્રગ્સની મોટી જપ્તીના કિસ્સામાં, તેમણે રાજ્યોને અનુરોધ કર્યો કે તે તેને આપણે કેન્દ્ર-રાજ્યની બાબત ન બનાવીએ, જ્યાં પણ તમને લાગે કે આ કેસ રાજ્યની સરહદોની બહાર જાય છે, તમારે એનસીબી અને એનઆઈએને આપ સહયોગ આપો

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં મોદીજીએ કહ્યું છે કે અમૃત મહોત્સવથી લઈને શતાબ્દી સુધી આપણે સૌ આ અમૃત કાળમાં સંકલ્પ લઈએ, આજનાં સંમેલનમાં ગૃહ મંત્રીએ સૌને અપીલ કરી છે કે આપણે સૌ પણ સંકલ્પ લઈએ કે આપણે ભારતની યુવા પેઢીને સંપૂર્ણપણે ડ્રગ્સથી મુક્ત કરીશું અને સમૃદ્ધ અને નવા ભારતના નિર્માણમાં યોગદાન આપીશું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ચંદીગઢમાં નશીલાં દ્રવ્યોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ, ચંદીગઢના વહીવટકર્તા, બીએસએફ, એનઆઈએ અને એનસીબીના અધિકારીઓ તેમજ રાજ્યોના એએનટીએફના વડા અને એન્કોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CJ0G.jpg

પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની દાણચોરી અને પ્રસાર કોઇ પણ સમાજ માટે ખૂબ ઘાતક હોય છે. નશીલા પદાર્થોની તસ્કરી બાદ જ્યારે તે સમાજમાં ફેલાય છે ત્યારે પેઢીઓને ખોખલી બનાવી દે છે અને દેશ અને સમાજનાં મૂળિયા ખોખલા કરવા ઉધઈની જેમ કામ કરે છે. નશીલા દ્રવ્યોની દાણચોરી સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવ્યા વિના કોઈ પણ તંદુરસ્ત, સમૃદ્ધ, સક્ષમ અને સલામત રાષ્ટ્ર તેનો હેતુ સિદ્ધ કરી શકે નહીં. તેમણે કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈ સામાજિક રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તે દેશની અર્થવ્યવસ્થાને ખોખલી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ડ્રગ્સના વેપારથી ઉત્પન્ન થતા ગંદા નાણાંનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. એક તરફ નશીલા પદાર્થોની તસ્કરી અને તેના પ્રસારને અટકાવીને આપણે આવનારી પેઢીઓને બરબાદીથી બચાવવા માગીએ છીએ, સાથે નશાના વેપારથી પેદા થતા ગંદા નાણાંનો ઉપયોગ દેશની વિરુદ્ધ કરવામાં આવે છે, તેને રોકવાનું પણ આપણા દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં શ્રી નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને ધીમે ધીમે આપણે સિસ્ટમમાં રહેલી ખામીઓને પૂરીને ડ્રગ્સ સામેની લડાઈને અભેદ્ય અને ઝડપી ગતિએ ચાલનારી લડાઈ બનાવી છે. "આઝાદી પછી, આટલી સ્પષ્ટ દિશા અને ગતિ સાથે ડ્રગ્સ સામેની લડાઈ ક્યારેય નહોતી થઈ, પરંતુ આજે એક સ્પષ્ટ દિશા અને ઝડપી ગતિ સાથે, અમે ડ્રગ્સ સામેની લડાઈને આગળ વધારવામાં સફળ થયા છીએ. એનાં પરિણામો પણ આવ્યાં છે. ડ્રગ્સની વ્યક્તિ, સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર ખરાબ અસર પડે છે, તેથી તેને મૂળ સહિત દ્રઢતાથી ઉખેડી નાખવું જરૂરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારત સરકારે ગૃહ મંત્રાલય, સમાજ કલ્યાણ મંત્રાલય, મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળીને ખૂબ સારી ડિઝાઇન સાથે એનસીબી મારફતે લડાઇ લડવાનું શરૂ કર્યું છે. લડાઈ ગૃહ મંત્રાલય એકલા હાથે લડી શકે નહીં. જે બાળકો નશામાં ચૂર છે, આપણે તેમને પણ બહાર કાઢવાં પડશે અને તે માટે સામાજિક ન્યાય મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની પણ જરૂર છે. યુવાનોને નશાની લત લાગે તે માટે શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય મંત્રાલય અને ગૃહ મંત્રાલયે મળીને સાથે મળીને કામ કરવું પડશે. તેમાંથી પેદા થતા ગંદા નાણાંથી દેશની સુરક્ષામાં કોઈ ચૂક ન આવે અને આવા વિચાર ધરાવતા લોકોને રોકવા માટે ગૃહ મંત્રાલય પણ ખૂબ કઠોરતાથી કામ કરી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QP4H.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈમાં ગૃહ મંત્રાલય બહુઆયામી અભિગમ સાથે આગળ વધ્યું છે. માટે અનેક વહીવટી સુધારાઓ કરવામાં આવ્યા છે, નવી પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવી છે અને રાજ્યોને તેની સાથે જોડવા માટે સક્રિય અભિગમ અપનાવ્યો છે. એક તરફ ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે અત્યાધુનિક લેબ ઉપલબ્ધ થાય તે માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કાયદાને કડક બનાવવા માટે પણ સૌની સાથે ચર્ચા ચાલી રહી છે. ત્રીજી તરફ, એન્કોર્ડ દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની છટકબારીઓ રહે તે માટે એક એવું સમન્વય તંત્ર બનાવવાનું કામ પણ ગૃહ મંત્રાલયે 2019થી કર્યું છે. આ બધા સંકલિત પ્રયત્નોનાં જે પરિણામો મળ્યાં છે મનોબળમાં વધારો કરનારાં છે. આ પરિણામો દર્શાવે છે કે આ એવી સમસ્યા નથી કે જેનું નિદાન નથી અને મૂળ સહિત તેને સમાપ્ત ન કરી શકાય. તેમણે કહ્યું કે, જો જિલ્લા અને તાલુકા સુધી એન્કોર્ડ પહોંચે અને તમામ વિભાગો સાથે મળીને કામ કરે તો થોડાં વર્ષોમાં મોદીજીનું નશામુક્ત ભારતનું સપનું પૂરું થતું જોવા મળશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં મોદીજીનાં નેતૃત્વમાં નશીલા દ્રવ્યો સામેની લડાઈનાં સારાં પરિણામો મળ્યાં છે. 2006-2013ની સરખામણીએ 2014-2022 વચ્ચે છેલ્લાં 8 વર્ષમાં લગભગ 200 ટકા વધુ કેસ નોંધાયા છે. ધરપકડની સંખ્યામાં ૨૬૦ ટકાનો વધારો થયો છે. ક્વોલિટી કેસમાં ૮૦૦ ટકાનો વધારો થયો છે. ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો બમણાથી વધુ થઈ ગયો છે. વર્ષ 2006થી 2013 વચ્ચે 1.52 લાખ કિલો નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યું હતું જ્યારે 2014થી 2022 વચ્ચે 3.3 લાખ કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. અમે એવા ડ્રગ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે વધુ નુકસાન પહોંચાડે છે અને શરીર અને સમાજને ખોખલું કરે છે. 2006થી 2013 સુધીમાં 768 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું, જ્યારે 2014થી 2021 વચ્ચે 20,000 કરોડ રૂપિયાના ડ્રગ્સને પકડીને અને તેનો નાશ કરવા માટે અભિયાન ભારત સરકાર ચલાવી રહી છે.

 

 

2006-13

2014-22

 

કુલ કેસ

1,257

3,172

200%થી વધુનો વધારો

કુલ ધરપકડ

1,363

4,888

ધરપકડમાં 260% વધારો

જપ્ત ડ્રગ્સ (કિલોગ્રામ)

1.52 લાખ કિગ્રા

3.3 લાખ કિગ્રા

બમણાંથી પણ વધુ વધારે

જપ્ત ડ્રગ્સ

(કરોડ રૂપિયામાં)

768 કરોડ

20 હજાર કરોડ

25 ગણું વધારે  

પરિણામો સૂચવે છે કે, આપણું અભિયાન અને માર્ગ યોગ્ય છે. જરૂર છે આ માર્ગને ઝડપી બનાવવાની, શ્રદ્ધા કેળવવાની અને માર્ગમાં હજી પણ જે નાની નાની છટકબારીઓ રહેલી છે એને દૂર કરવાની. ભારત સરકારનું ગૃહ મંત્રાલય દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032O7W.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજના આ સેમિનારનો વિષય ખૂબ ગંભીર છે. અમે વિષય પર ભારત સરકારની ગંભીરતાને રાજ્યથી લઈને જિલ્લા સુધી, જિલ્લાથી લઈને તાલુકા અને તાલુકાથી ગ્રામ પંચાયત સુધી પહોંચાડવા માગીએ છીએ, તેથી અમે સેમિનારને પાંચ રાજ્યોનો સેમિનાર બનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, દેશનાં બે ક્ષેત્રો એવાં  છે ઉત્તર-પૂર્વ અને ઉત્તરી ભાગ, જ્યાં સરહદો પરથી ડ્રગ્સ આવે છે. પરંતુ આપણે આંખ આડા કાન કરી બેસી શકતા નથી કારણ કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે અને તેને શોધવાની જરૂર હોય છે. લડાઈમાં રાજ્યોને સાથે લાવવા અને તાલમેલથી લડાઈ લડવી ખૂબ જરૂરી છે. જો નાર્કોટિક્સનાં ક્ષેત્રમાં કામ કરતી તમામ એજન્સીઓ વચ્ચે પ્લેટફોર્મ પર ચર્ચા થાય અને જો દરેકના પ્રયત્નો એકબીજાના પૂરક હોય, તો પરિણામો વધુ આવશે. સેમિનારનાં મનોમંથનમાંથી જે અમૃત નીકળશે તેનાથી આવનારી પેઢીઓને આપણે બચાવી શકીશું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં સરકારે પોતાના અભિગમમાં મોટો ફેરફાર કર્યો છે. એનસીબીએ ઘણા પ્રયત્નોથી એસઓપી વિકસાવી છે. જો મોટા પ્રમાણમાં માદક દ્રવ્યો પકડાય તો તે ક્યાં જવાનું હતું ત્યાં સુધીની તપાસ કરવામાં આવે છે. જો કોઈ સેવન કરનાર પકડાય તો દેશની સરહદોમાં પદાર્થ ક્યાંથી આવ્યો, ત્યાં સુધીની તપાસ કરવી પડશે. ઉપરથી નીચે અને નીચેથી ઉપરની સમગ્ર તપાસ સાથેના અભિગમથી પરિણામો લાવવામાં ઘણી મદદ મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીના નિર્દેશો પર 1 જૂનથી 15 ઑગસ્ટ સુધી 75 દિવસ સુધી ડ્રગ્સ નષ્ટ કરવાનું અભિયાન શરૂ થયું અને અત્યાર સુધી 1200 કરોડ રૂપિયાનું 51000 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા નાશ કરાયેલા લગભગ 31 હજાર કિલોગ્રામ ડ્રગ્સની કાળા બજાર કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે. આમ, અત્યાર સુધીમાં આશરે રૂ. 2000 કરોડની કિંમતના 82,000 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. 15 ઑગસ્ટના રોજ 75 દિવસનાં આ અભિયાનના અંતે તેનું વોલ્યુમ એક લાખ કિલોગ્રામ સુધી પહોંચી જશે, જેની અંદાજિત કાળા બજાર કિંમત લગભગ 3,000 કરોડ રૂપિયા હશે.

 

 

નાશ કરાયેલ ડ્રગ્સનું પ્રમાણ (આશરે)

આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય (આશરે)

01 જૂન 2022થી 29 જુલાઇ 2022 સુધી

51000 કિલોગ્રામ

1200 કરોડ

30 જુલાઇ 2022ના રોજ

31000 કિલોગ્રામ

800 કરોડ

આજ સુધીમાં કુલ નાશ

82000 કિલોગ્રામ

2000 કરોડ

15 ઑગસ્ટ સુધીમાં અંદાજિત નષ્ટીકરણ

1 લાખ કિલોગ્રામ

3000 કરોડ

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આજે એન્કોર્ડ (NCORD) પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. પોર્ટલથી દેશભરની તમામ એજન્સીઓ માત્ર માહિતી મેળવી શકશે એટલું જ નહીં પરંતુ તે એન્કોર્ડની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન પણ હશે, દેશમાં નશીલા દ્રવ્યો વિશે જે સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આવ્યા છે એ તમામ તેના પર ઉપલબ્ધ થશે, પ્રોસિક્યુશન અને પોસિક્યુટર બંનેને તાલીમ આપવામાં આવશે અને થ્રસ્ટ એરિયામાં આવેલા જિલ્લા કક્ષાના પોલીસ સ્ટેશન સુધી માહિતી સરળતાથી પહોંચી શકશે. તેમણે પોલીસ અને પાંચ રાજ્યોમાં નાર્કોટિક્સ સાથે જોડાયેલી તમામ એજન્સીઓને પોર્ટલનો ઉપયોગ કરવાની અપીલ કરતાં કહ્યું કે, તેના ઉપયોગથી આવનારા સમયમાં દેશભરમાં એક રીતે નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં મદદ મળશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004JT2C.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નાર્કો-ગુનેગારો પર નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ (ડાયગ્નોસ્ટિક્સ)ની પણ રચના કરવામાં આવી છે. તેમાં એનડીપીએસ અધિકૃત એજન્સીઓ અને એનસીબીના તમામ નાર્કો ગુનાઓનો ડેટા છે. તેમાં વિવિધ પ્રકારના મોડ્યુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, તેઓએ દરેકને ડાયગ્નોસ્ટિક ડેશબોર્ડનો  યોગ્ય રીતે અભ્યાસ અને ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે શ્વાન દળની પણ શરૂઆત થઈ ગઈ છે અને ભારતીય કૂતરાઓને નાર્કોટિક્સની ટ્રેનિંગ આપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં પણ આપણે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધીશું તેવો પૂરો વિશ્વાસ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ગૃહ મંત્રાલયે સંસ્થાકીય માળખાને મજબૂત કરવા માટે ત્રિસ્તરીય ફોર્મ્યુલા પર કામ શરૂ કર્યું છે. એક તો તમામ નાર્કો એજન્સીઓનું સશક્તીકરણ અને સંકલન, જેથી તેમને વિશ્વભરમાં શ્રેષ્ઠ પ્રેક્ટિક્સ, શ્રેષ્ઠ ઉપકરણો અને સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે, બીજું વિસ્તૃત જાગૃતિ અભિયાન છે અને ત્રીજું છે નશામુક્તિ. ડ્રગ્સ સામેની લડાઈને ત્રણ મોરચામાં વિભાજિત કરવામાં આવી છે અને ત્રણેય ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી હંમેશાં કહે છે કે, સમગ્ર સરકારી અભિગમ ( Whole of Govt. Approach)થી જ  સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે અને એક એવી સમસ્યા છે જેમાં જો અભિગમ અપનાવવામાં આવે તો સફળતા મેળવવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે જો આપણે યુવાનોને નશાની લતથી મુક્ત કરવા અને નવા યુવાનોને તેનાથી દૂર રાખવા જાગૃતિ અભિયાનને વધુ તીવ્ર નહીં કરીએ અને માદક પદાર્થોને રોકીશું નહીં, તો આપણે નિષ્ફળ જઈશું. તેથી, ત્રણ મુદ્દાઓ પર, આપણે સાથે મળીને એક સાથે આગળ વધવાનું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/1(15)QN8I.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન શરૂ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એનસીબીએ માનસ હેલ્પલાઇનનો પ્રયાસ શરૂ કર્યો છે અને અપેક્ષા છે કે, થોડા દિવસોમાં તેને જાહેર જનતાની સામે મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે 21 રાજ્યોએ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે. ગૃહ મંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને ડીજીપીને વિનંતી કરી હતી કે જે રાજ્યો બાકી રહી ગયા છે તેઓ ઝડપથી તેની રચના કરે અને જ્યાં તેની રચના કરવામાં આવી છે તેને નીચલા સ્તરે લઈ જવા માટે કામ કરે. ગૃહ મંત્રીએ કહ્યું કે ડ્રગ્સ અને ડાર્ક નેટ પર લગામ લગાવવા માટે ખૂબ ઝડપથી કામ કરવાની જરૂર છે. ડાર્ક વેબ અને ક્રિપ્ટોકરન્સીનો વેપાર બંને એકબીજા સાથે જોડાયેલા છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં ડાર્ક વેબ અને ક્રિપ્ટો કરન્સી પર એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. અમે ટ્રેનિંગ આપવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. માદક દ્રવ્યોની તસ્કરી અને ક્રિપ્ટોકરન્સી આજે એકબીજાના પર્યાય બની ગયા છે. આપણે રાજ્ય સ્તરે પણ તેની સાથે ખૂબ ઝડપથી જોડાવું પડશે, તેમાં ઘણા બધા યુવાનો અને નવા ટેકનોલોજી નિષ્ણાતોને પણ એમાં જોડવા પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે એનસીબી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને એનસીબી કોઈ પણ રાજ્યને આધુનિક ફોરેન્સિક લેબ બનાવવા માટે સંપૂર્ણ માર્ગદર્શન આપશે. દિશામાં એસઓપી બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005L08P.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પંજાબમાં સમસ્યા વધારે છે કારણ કે તે સરહદી રાજ્ય છે, તેથી અહીં પ્રયાસ પણ વધુ કરવો પડશે. તેમણે કહ્યું કે અમૃતસરમાં પણ ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે અને એનસીબીનું એક નાનું કેન્દ્ર પણ ખોલીશું  જે તાલીમ ઉપલબ્ધ કરાવશે. શ્રી શાહે કહ્યું હતું કે, ભારત સરકાર નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં પંજાબ સાથે ખભેખભો મિલાવીને ઊભી છે. અમે જાણીએ છીએ કે પંજાબના યુવાનોને ડ્રગ્સમાંથી બહાર કાઢવા પડશે અને પંજાબ આ માટે જે પણ પ્રયત્નો કરે છે તેની સાથે અમે છીએ. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તેઓ ખાતરી આપે છે કે, પંજાબમાં નશીલા દ્રવ્યો સામેની જે લડાઈ છે એમાં ભારત સરકાર મોદીજીનાં નેતૃત્વમાં મજબૂત સહયોગ આપશે. તેમણે કહ્યું કે ગેરકાયદે દવાઓની ખેતી માટે પણ રાજ્યમાં ડ્રોન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારીને તેને બહુ જલ્દી રોકવી પડશે. એનસીબી ભાસ્કરાચાર્ય કેન્દ્રના સહયોગથી સંયુક્ત પ્રયાસ કરી રહી છે, સેટેલાઇટ દ્વારા એરિયા આઇડેન્ટિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસ પ્રકારની સેટેલાઇટ ઇમેજની આઇડેન્ટિફિકેશન સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી રહી છે. આનાથી સચિવાલયની અંદર જ સર્વે નંબરની સાથે જે વિસ્તારમાં ડ્રગ્સની ખેતી કરવામાં આવે છે તેની માહિતી તમને મળી જશે, જો આવું થશે તો ડ્રગ્સનો નાશ કરવામાં કોઈ વિલંબ નહીં થાય. તેમણે તમામ રાજ્યોને વિનંતી કરી હતી કે તેઓ ભાસ્કરાચાર્ય સંસ્થાનો પણ સંપર્ક કરી શકે છે અને તે તેમની મદદ કરવા તૈયાર છે.

શ્રી અમિત શાહે કહ્યું  હતું કે, બેવડા ઉપયોગની દવાઓનો દુરુપયોગ અટકાવવા માટે ગૃહ મંત્રાલયની પહેલ સાથે સ્વાસ્થ્ય અને સામાજિક પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રસાયણ મંત્રાલય સાથે મળીને એક કાયમી આંતર-મંત્રાલય સમિતિની ( inter-ministerial ) રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, દરિયાઈ માર્ગે થતી દાણચોરી બંધ કરવી પણ ખૂબ જરૂરી છે. ભારત સરકારની એજન્સીઓ કોસ્ટગાર્ડની સાથે  અને સમુદ્ર તટ પર વસેલા રાજ્યો સાથે મળીને બહુ મોટી માત્રામાં છેલ્લાં એક વર્ષમાં કિમતની દ્રષ્ટિએ જેટલું પણ ડ્રગ્સ પકડાયું એમાંથી મોટા ભાગનું ડ્રગ્સ દરિયાઈ માર્ગે ઝડપાયું છે. તેમણે કહ્યું હતું કે, ભારત મુખ્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગના આંતરછેદ પર છે, આપણી દરિયાઈ સરહદથી ડ્રગ્સને ન તો શ્રીલંકા જવા દેવાનું છે, ન પૂર્વના દેશોમાં અને ન ભારતમાં આવવા દેવાનું છે. ભારતની જમીન ન ડ્રગ્સ બનવા દે, ન આવવા દે અને ન અહીંથી ડ્રગ્સ બહાર જવા દેશે. મોદીજીનાં નેતૃત્વમાં ભારત પાસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સનો સંકલ્પ છે. આ વિશ્વની લડાઈ છે જે ભારતે લડી છે અને આ ભાવનાથી આપણે આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે ઘણા એરપોર્ટ પર, અમે વિવિધ પ્રકારની પદ્ધતિઓ વિકસાવી છે. કસ્ટમ અને ડીઆરઆઈએ પણ વિવિધ પ્રકારના સોફ્ટવેર બનાવ્યા છે અને ગૃહ મંત્રાલય પણ નાણાકીય તપાસ માટે FIU અને ED બંને સાથે ખૂબ જ સઘન ચર્ચા કરે છે. જે નાણાકીય તપાસ કરવામાં આવી રહી છે, તેમની સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે અને તેમનાં મૂળ સુધી પહોંચવાનું કામ કરી રહી છે.

શ્રી શાહે કહ્યું કે અમે 272 જિલ્લાઓ અને 80,000 થી વધુ ગામો ચિહ્નિત કર્યાં છે, હવે અમારો વિસ્તાર નક્કી થઈ ગયો છે કે અમારે આ લડાઈ ક્યાં લડવાની છે. હવે આપણું કામ છે કે સંકલ્પ સાથે દરેક વ્યક્તિ, દરેક એજન્સી, આ લડાઈને પોતાનાં કાર્યક્ષેત્રમાં મજબૂતાઇથી આગળ લઈ જાય. તેમણે કહ્યું કે ભારત સરકારે ૪૪ દેશો સાથે માદક દ્રવ્યો માટે અલગ અલગ એમઓયુ કર્યા છે અને માહિતીની આપલે કરવામાં આવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેમને રાજ્યો પાસેથી ઘણી અપેક્ષાઓ છે, આ લડાઈ એકલી કેન્દ્ર સરકાર લડી શકે નહીં, રાજ્યની લડાઈ લડવાની ગતિ કેન્દ્રની સરખામણીએ બમણાથી વધુ હોય છે, ત્યારે જ પરિણામ આવે છે અને રાજ્ય પણ એકલા હાથે લડી શકતું નથી. આપણે જિલ્લા, તાલુકા અને ગામ સુધી એનકોર્ડ પોર્ટલ પ્લેટફોર્મનો જેટલો વધુ ઉપયોગ કરીશું, તેટલી જ વધુ સમસ્યાઓ આપણે હલ કરી શકીશું. આપણે એન્કોર્ડ મિકેનિઝમ અને જોઇન્ટ કોઓર્ડિનેશન કમિટીનો સારો ઉપયોગ કરવાની ટેવ પાડવી પડશે. તેની સૂચનાઓનો પણ અમલ કરવો પડશે. ગૃહ મંત્રીએ કહ્યું કે ડ્રગ્સને મોટી જપ્તીના મામલામાં પણ તેમણે રાજ્યોને વિનંતી કરી છે કે તે તેને કેન્દ્ર-રાજ્યનો મામલો ન બનાવે. જ્યાં પણ તમને લાગે કે આ કેસ અમારા રાજ્યની સીમાની બહાર જાય છે, તમે એનસીબી અને એનઆઈએને સહયોગ આપો. જો આ કેસ રાજ્યની સીમાની બહારનો હોય તો તેને એનસીબીને આપી દો અને દેશની સીમાની બહાર કેસ હોય તો એનઆઈએને આપી દો. દેશની સંસદે એનઆઈએને વિદેશમાં તપાસ કરવા માટે સક્ષમ બનાવ્યું છે. શ્રી શાહે કહ્યું, "આપણે સમસ્યાનું સમાધાન જાણીએ છીએ અને તેઓ ખાતરી આપવા માગે છે કે કેન્દ્રની આ બંને એજન્સીઓ રાજ્યને સાથે લઈને જ તપાસ કરશે.

ગૃહ મંત્રીએ કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે સુપ્રીમ કોર્ટ સાથે પણ વાતચીત ચાલી રહી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ અને એક્સક્લૂઝિવ કોર્ટની પણ ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે આજે અહીં જે પાંચ રાજ્યોની પરિષદ બોલાવવામાં આવી છે, તે રાજ્યો અને સમગ્ર પૂર્વોત્તર, ડ્રગ્સની સમસ્યાનું પ્રવેશદ્વાર પણ છે અને અહીંના યુવાનો સૌથી વધુ ડ્રગ્સની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. એટલે પાંચ રાજ્યોએ પણ પોતાના રાજ્યો વચ્ચે સમન્વયની વ્યવસ્થા કરવી પડશે. જો પંજાબથી ડ્રગ્સ હરિયાણા જાય છે, તો હરિયાણાને તરત માહિતી મળવી જોઈએ અને હરિયાણા તેને દિલ્હી તરફ જવા દેશે નહીં. તેમણે કહ્યું કે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી અને નકલી નોટો માટે આજે ડ્રોન એક મોટી સમસ્યા બની રહ્યું છે, પરંતુ તેના પર પણ, અમે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે તેઓ માત્ર એટલું કહેવા માગે છે કે, આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષમાં મોદીજીએ કહ્યું છે કે અમૃત મહોત્સવથી માંડીને શતાબ્દીના અમૃત કાલ સુધી આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ. સંમેલનમાં તમામને અપીલ છે કે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે ભારતની યુવા પેઢીને ડ્રગ્સથી સંપૂર્ણપણે મુક્ત કરાવીશું અને સમૃદ્ધ અને નવા ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીશું. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે દરેક રાજ્યને આમાં સહકાર મળશે અને દરેક રાજ્ય સક્રિય ભૂમિકા ભજવતા આગળ વધશે અને તેનાં સંબંધિત ક્ષેત્રોમાં ડ્રગ્સની સમસ્યાને સમાપ્ત કરશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1846631) મુલાકાતી સંખ્યા : 280