વિદ્યુત મંત્રાલય
azadi ka amrit mahotsav

આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ઊર્જા મંત્રાલય અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલયના સહયોગથી ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં 'વીજળી મહોત્સવ'નું આયોજન કર્યું

Posted On: 28 JUL 2022 7:18PM by PIB Ahmedabad

“આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ઊર્જા મંત્રાલય અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલયના સહયોગથી ગુજરાત ના ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં 'વીજળી મહોત્સવ'નું આયોજન કર્યું. વીજળી મહોત્સવનો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો . કેટલાક મુખ્ય ઉપલબ્ધિઓ આ મુજબની છે, જેમકે, વીજ ઉત્પાદનની ક્ષમતા 2014માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે.

આ ઉપરાંત 1,63,000 સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે.

આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. એટલું જ નહીં, અમે પેરીસ માં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ(COP21)માં વચન આપ્યું હતું કે 2030 સુધીમાં અમારી વીજ ઉત્પાદન ક્ષમતાના 40% રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હશે. અમે નિર્ધારિત સમય કરતાં 9 વર્ષ વહેલા નવેમ્બર 2021 સુધીમાં આ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા 1,63,000 મેગાવોટ જનરેટ કરીએ છીએ. આજ અમે વિશ્વમાં ઝડપી ગતિએ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરી રહ્યા છીએ.

કુલ રૂ. 2,01,722 કરોડના ખર્ચ સાથે અમે છેલ્લાં પાંચ વર્ષમાં વીજ વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે જેનાથી ખેતીવાડીના ગ્રાહકો ને ખેતીવાડી ફીડરમાંથી વીજપુરવઠો સાતત્ય પૂર્વક પૂરી ક્ષમતાથી નક્કી ધારાધોરણ મુજબ મળી રહે તે માટે 2,921 નવા સબ-સ્ટેશનો બનાવીને, 3,926 સબ-સ્ટેશનોની હયાત ક્ષમતામાં વધારો કરીને, તેમજ ૨,૬૮,૮૩૮ સર્કીટ કિલોમીટર ભારે વીજ દબાણની વીજ લાઈનો ૬,૦૪,૪૬૫ સર્કીટ કિલોમીટર હળવા દબાણ ની વીજ લાઈનો ઉભી કરવામા આવેલ છે. 2015માં ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠાના સરેરાશ કલાકો 12.5 કલાક હતા જે હવે વધીને સરેરાશ 22.5 કલાક થયા છે. સરકારે વીજળી (ગ્રાહકોના અધિકારો) નિયમો, 2020 રજૂ કર્યા છે જે હેઠળ-

  • નવું કનેક્શન મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે
  • ગ્રાહકો હવે રૂફ ટોપ સોલાર અપનાવીને પ્રોઝ્યુમર બની શકે છે
  • સમયસર બિલિંગ સુનિશ્ચિત કરવામાં આવશે
  • મીટર સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે સમયરેખા સૂચિત કરશે
  • રાજ્ય નિયમનકારી સત્તા અન્ય સેવાઓ માટે સમયરેખા સૂચિત કરશે
  • ડિસ્કોમ ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે 24X7 કોલ સેન્ટર સ્થાપશે
  • 2018 માં 987 દિવસમાં 100% ગ્રામ વિદ્યુતીકરણ (18,374) હાંસલ કર્યું.
  • 18 મહિનામાં 100% ઘરગથ્થુ વિદ્યુતીકરણ (2.86 કરોડ) પ્રાપ્ત કર્યું. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિફિકેશન ડ્રાઇવ તરીકે ઓળખાય છે.
  • સોલાર પંપ અપનાવવા માટેની યોજના રજૂ કરવામાં આવી છે જેમાં - કેન્દ્ર સરકાર 30% સબસિડી આપશે અને રાજ્ય સરકાર 30% સબસિડી આપશે. આ ઉપરાંત 30% લોનની સુવિધા પણ મળશે.

વીજળી મહોત્સવ ઉજ્જવલ ભારતની છત્રછાયા હેઠળ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં વધુ જનભાગીદારી માટે પાવર @2047 અને પાવર સેક્ટરના વિકાસને મોટા પ્રમાણમાં નાગરિકો સુધી પહોંચાડવાનું આયોજન છે.

અસંખ્ય મહાનુભાવોએ આ પ્રસંગને બિરદાવ્યો હતો, જેમાં શ્રી દિલીપભાઈ શામલભાઈ પટેલ, માન. પ્રમુખશ્રી જિલ્લા પંચાયત, ગાંધીનગર, શ્રી નવીનભાઈ પટેલ, માન.ચેરમેન એ.પી.એમ.સી, કલોલ, શ્રીમતી. ઉર્વશીબેન પટેલ, માન.પ્રમુખશ્રી , નગરપાલિકા કલોલ, શ્રી જીતેન દાસ, ચીફ જનરલ મેનેજર , પાવરગ્રીડ ઉપરાંત નજીકના ગામો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. મહાનુભાવોએ વીજળીના ફાયદા અને છેલ્લા કેટલાક વર્ષોમાં પાવર સેક્ટરમાં દર્શાવેલી અભૂતપૂર્વ વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો. આ ઇવેન્ટમાં કેટલાક લાભાર્થીઓએ તેમના અનુભવો શેર કર્યા હતા.


(Release ID: 1845960) Visitor Counter : 407