સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

દીન દયાલ સ્પર્શ યોજના

(રૂ. 6000/- વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ-ધોરણ 6 થી 9)

Posted On: 28 JUL 2022 4:49PM by PIB Ahmedabad

પોસ્ટ વિભાગ દ્વારા 2017-18માં ધોરણ 6 થી 9 ધોરણના વિદ્યાર્થીઓ માટે હોબી તરીકે સ્ટેમ્પ્સમાં અભિરુચિ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની યોજના શરૂ કરવામાં આવી હતી.

આ યોજના હેઠળ, ફિલેટલીમાં રસ ધરાવતા હોશિયાર વિદ્યાર્થીઓને આ વર્ષ દરમિયાન 40 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિ દરેક વિદ્યાર્થી માટે વાર્ષિક રૂ. 6000/- જેટલી છે.

યોગ્ય રીતે ભરેલા અરજીપત્રો રજિસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ દ્વારા અથવા હાથથી 14.08.2022ના રોજ અથવા તે પહેલાં સંબંધિત પોસ્ટલ વિભાગના વરિષ્ઠ અધિક્ષક/અધિક્ષક પોસ્ટ ઑફિસના કાર્યાલય પર મોકલી.

યોજનાની વિગતો અને અન્ય નિયમો અને શરતો https://www.indiapost.gov.in/Philately/Pages/Content/Deen-Dayal-SPARSH-Yojana.aspx પર જોઈ શકાય છે.

 

વધુ માહિતી માટે, સંપર્ક કરો:

1. મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ - 079 25504946

2. પોસ્ટ માસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત પ્રદેશ, અમદાવાદ-079 22866806

3. પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત પ્રદેશ, વડોદરા - 0265 2750811

4. પોસ્ટ માસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ, રાજકોટ-0281 2231560

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1845858) Visitor Counter : 286


Read this release in: English