ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002ની મહત્વપૂર્ણ વિશેષતાઓ

Posted On: 28 JUL 2022 9:17AM by PIB Ahmedabad
  1. ભારતનો રાષ્ટ્ર ધ્વજ ભારતના લોકોની આશાઓ અને મહત્વાકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે આપણાં રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે અને રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે વૈશ્વિક લાગણી અને સન્માન છે અને તેના પ્રત્યે પ્રામાણિકતા છે. તે ભારતના લોકોની લાગણીઓ અને માનસમાં વિશિષ્ટ અને આગવું સ્થાન ધારણ કરે છે.
  2. ભારતના રાષ્ટ્ર ધ્વજને ફરકાવવો/ તેનો ઉપયોગ / પ્રદર્શન રાષ્ટ્રીય સન્માનના અપમાનનું નિવારણ અધિનિયમ, 1971 અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002 (ભારતની ધ્વજ સંહિતા, 2002)થી નિયંત્રિત થાય છે. જાહેર જનતાને માહિતી માટે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002ની કેટલીક મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ નીચે સૂચિબદ્ધ કરવામાં આવેલી છેઃ-
  1. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002ને તારીખ 30 ડિસેમ્બર, 2021ના આદેશથી સુધારવામાં આવી હતી અને પોલીસ્ટર અને મશીનમાંથી બનાવેલા રાષ્ટ્ર ધ્વજ માન્ય છે. હવે, રાષ્ટ્ર ધ્વજ હાથથી કાંતેલા અને હાથથી વણેલા અથવા મશીનથી બનાવેલા, કોટન/પોલીસ્ટર/ઊન/રેશમ તથા ખાદીના કાપડમાંથી બનાવવામાં આવશે.
  2. જાહેર જનતાના સભ્યો, ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થા તમામ દિવસો અને પ્રસંગો, ઉજવણીના પ્રસંગો અથવા અન્યથા, રાષ્ટ્ર ધ્વજની પ્રતિષ્ઠા અને માન જાળવીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવી / પ્રદર્શિત કરી શકે છે.
  3. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002માં તારીખ 19 જુલાઇ, 2022ના આદેશથી સુધારો કરવામાં આવ્યો હતો અને નીચેના ખંડથી ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના ભાગ- IIનો પરિચ્છેદ નં.2.2નો ખંડ (xi) બદલવામાં આવ્યો હતોઃ-

(xi) જ્યાં ખુલ્લામાં અથવા જાહેર વ્યક્તિના ઘર પર જ્યારે ધ્વજ પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, તે દિવસ અને રાત્રિ દરમિયાન ફરકાવી શકાય છે;”

  1. રાષ્ટ્ર ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઇએ. ધ્વજ કોઇપણ કદનો હોઇ શકે છે પરંતુ ધ્વજના લંબાઇથી પહોળાઇની સપ્રમાણતા 3:2 ની રાખવામાં આવશે.
  2. જ્યારે પણ રાષ્ટ્ર ધ્વજને પ્રદર્શિત કરવામાં આવ્યો હોય ત્યારે રાષ્ટ્ર ધ્વજે સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરેલું હોવું જોઇએ અને અલગ સ્થાન પર મુકેલો હોવો જોઇએ.
  3. તૂટેલા અથવા ફાટેલા ધ્વજને પ્રદર્શિત કરવો જોઇએ નહીં.
  4. ધ્વજ કોઇ અન્ય ધ્વજ અથવા ધ્વજો સાથે એક જ સાથે એક જ માસ્ટહેડમાંથી ફરકાવેલો હોવો જોઇએ નહીં.
  5. ધ્વજને રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલો જેવા ધ્વજ સંહિતાના ભાગ IIIના વિભાગ IXમાં ઉલ્લેખ કરેલા મહાનુભાવો સિવાયના કોઇપણ વાહનો ઉપર ફરકાવવો જોઇએ નહીં.
  6. કોઇ અન્ય ધ્વજ અથવા વાવટાને રાષ્ટ્ર ધ્વજ કરતાં ઊચાં સ્થાન પર અથવા ઉપર અથવા બાજુ-બાજુમાં રાખવો જોઇએ નહીં.

નોંધઃ- વધુ વિગતો માટે, રાષ્ટ્રીય સન્માનનાં અપમાન નિવારણ અધિનિયમ, 1971 અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002 ગૃહ બાબતોના મંત્રાલયની વેબસાઇટ www.mha.gov.in ઉપર ઉપલબ્ધ છે.

SD/GP/JD


(Release ID: 1845695) Visitor Counter : 737