વિદ્યુત મંત્રાલય

જામનગર શહેરમાં 'બીજલી મહોત્સવ' યોજાયો

Posted On: 27 JUL 2022 8:04PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારશ્રીના સહયોગથી જામનગર જિલ્લાના જામનગર શહેરમાં 'બીજલી મહોત્સવ'નું આયોજન કર્યું હતું. વીજળી મહોત્સવનો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વીજળી મહોત્સવની ઉજ્જવલ ભારતની છત્રછાયા હેઠળ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં વધુ જનભાગીદારી માટે પાવર @2047 અને પાવર સેક્ટરના વિકાસને મોટા પ્રમાણમાં નાગરિકો સુધી પહોંચાડવાનું આયોજન છે.

અસંખ્ય મહાનુભાવોએ આ પ્રસંગને બિરદાવ્યો હતો, જેમાં નજીકના ગામો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. મહાનુભાવોએ વીજળીના ફાયદા અને છેલ્લા કેટલાક વર્ષોમાં પાવર સેક્ટરમાં દર્શાવેલી અભૂતપૂર્વ વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો. આ ઇવેન્ટમાં કેટલાક લાભાર્થીઓએ તેમના અનુભવો શેર કર્યા હતા.

મુલાકાતીઓ અને મહેમાનો સાથે જોડાવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો , નુક્કડ નાટક અને પાવર સેક્ટર પર ટૂંકી ફિલ્મોનું સ્ક્રીનીંગ યોજવામાં આવ્યું હતું .વિશાળ મેળાવડાને જોતાં, તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે સામાજિક અંતર અને માસ્ક પહેરવા જેવા તમામ કોવિડ સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ ઉપસ્થિતોને માસ્કનું પણ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1845611) Visitor Counter : 141