કૃષિ મંત્રાલય

કૃષિ ક્ષેત્રમાં મહિલાઓનું સશક્તીકરણ

Posted On: 26 JUL 2022 6:45PM by PIB Ahmedabad

1501.   શ્રી પરબતભાઇ સવાભાઇ પટેલ:

            શ્રી નારણભાઇ કાછડિયા:

શું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જણાવશો કે:

  1. કૃષિ ક્ષેત્રની મહિલાઓને પાકનું વાવેતર કરવા અને લણણી કરવા માટે પ્રોત્સાહિત આપવાના ઉદ્દેશથી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો;
  2. ગુજરાત રાજ્યમાં મહિલાઓને કૃષિ શિક્ષણના વિશેષ લાભો કેવી રીતે પહોંચાડવામાં/આપવામાં આવે છે તેની વિગતો;
  3. કોવિડ-19ના કારણે કૃષિ ક્ષેત્ર છોડી દેનારી મહિલાઓની સંખ્યા; અને
  4. મહામારીના કારણે કોઇ પુરુષ કે મહિલાએ તેમનો કૃષિ વ્યવસાય છોડવો ન પડે તે માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો?

જવાબ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી (શ્રી નરેન્દ્રસિંહ તોમર)

(a) અને (b):      સરકાર દ્વારા મહિલા ખેડૂતો સહિત તમામ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે અને યોજનાની માર્ગદર્શિકામાં દર્શાવેલી લાયકાત અને શરતો અનુસાર તેનો અમલ કરી રહી છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DA&FW) દ્વારા વિવિધ લાભાર્થીલક્ષી યોજનાઓની માર્ગદર્શિકા દર્શાવે છે કે, રાજ્યો અને અન્ય અમલીકરણ એજન્સીઓએ મહિલા ખેડૂતો પર ખર્ચ કરવો જોઇએ. આ યોજનાઓમાં વિસ્તરણ સુધારણા માટેના રાજ્ય વિસ્તરણ કાર્યક્રમોને સમર્થન, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, રાષ્ટ્રીય તેલીબિયાં અને તેલ પામ મિશન, રાષ્ટ્રીય ટકાઉક્ષમ કૃષિ મિશન, બીજ અને વાવેતર સામગ્રી પેટા-મિશન, કૃષિ મિકેનાઇઝેશન પેટા-મિશન અને એકીકૃત બાગાયત વિકાસ મિશનનો સમાવેશ થાય છે.

DA&FW દ્વારા સમગ્ર દેશમાં મહિલા ખેડૂતો સહિત જમીનધારક ખેડૂત પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના પ્રધાન કિસાન સન્માન નિધિ (PM-KISAN)નો અમલ કરવામાં આવી રહ્યો છે, જે અમુક બાકાત માપદંડોને આધીન છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો પેટા ઘટક એવી મહિલા કિસાન સશક્તીકરણ પરિયોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓની ભાગીદારી અને ઉત્પાદકતામાં વધારો કરવા માટે તેમજ ગ્રામીણ મહિલાઓ માટે ટકાઉક્ષમ આજીવિકાનું સર્જન કરવા માટે વ્યવસ્થિત રોકાણ કરીને મહિલાઓનું સશક્તીકરણ કરવાનો. તે માંગ આધારિત કાર્યક્રમ છે જેને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા પ્રોજેક્ટ અમલીકરણ એજન્સીઓ તરીકે પ્રોજેક્ટ મોડમાં લાગુ કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંસોધન પરિષદ હેઠળ ભૂવનેશ્વર ખાતે આવેલા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ફોર વુમન ઇન એગ્રીકલ્ચર (CIWA) દ્વારા ભારતમાં તેના ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ કેન્દ્રો દ્વારા કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં લૈંગિકતા સંબંધિત મુદ્દાઓ પર સંશોધન હાથ ધરવાના આદેશ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા ગુજરાત સહિત દેશમાં 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK)ની સ્થાપના કરવામાં આવી છે જેણે તેના અમલ અને ક્ષમતા વિકાસ માટે ટેકનોલોજી મૂલ્યાંકન અને ડેમોસ્ટ્રેશન ફરજિયાત કરવાનું કહેવાયું છે. KVK દ્વારા ખેડૂતો અને ખેતીવાડીમાં જોડાયેલી મહિલાઓ, ગ્રામીણ યુવાનો અને વિસ્તરણ કર્મચારીઓના લાભ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ વિષયો પર મહિલાઓની વિશિષ્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોની નવીનતમ ટેકનોલોજીઓથી પરિચિત કરાવવા માટે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની યોજનાઓ હેઠળ મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

(c ) અને d):      ભારત સરકારના ગૃહ મંત્રાલયે કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટેના પગલાં અંગે વ્યાપક માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેણે કૃષિ / આ ક્ષેત્રની કામગીરી સુગમતાથી થાય અને સમયસર પાક લણી શકાય તે સુનિશ્ચિત કર્યું છે. આ સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.

SD/GP/JD



(Release ID: 1845080) Visitor Counter : 370