વિદ્યુત મંત્રાલય

નવી દૂઘઈ, અંજાર, કચ્છ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. અને પીજીવીસીએલ દ્વારા ‘બીજલી મહોત્સવ’નું આયોજન

Posted On: 25 JUL 2022 5:13PM by PIB Ahmedabad

ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરવા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે, ઊર્જા મંત્રાલયે પાવરગ્રિડ કોર્પોરેશ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને પીજીવીસીએલના સહયોગથી કચ્છના અંજાર જિલ્લાના નવી દૂધઈ ગામે બીજલી મહોત્સવઆયોજિત કર્યો હતો. બીજલી મહોત્સવનો ઉપયોગ રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગની ઉજવણી કરવા અને વીજ ક્ષેત્રની મુખ્ય સિદ્ધિઓને ઉજાગર કરવા માટે એક મંચ તરીકે કરવામાં આવ્યો હતો. કેટલીક મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે –

  1. ઉત્પાદન ક્ષમતા 2014માં 2,48,554 મેગાવોટથી વધારીને આજે 4,00,000 મેગાવોટ કરવામાં આવી છે જે આપણી માગ કરતા 1,85,000 મેગાવોટ વધારે છે.
  2. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે.
  3. 1,63,000 સીકેએમની ટ્રાન્સમિશન લાઇનો ઉમેરવામાં આવી છે, જે સમગ્ર દેશને એક ફ્રિક્વન્સી પર ચાલતી એક ગ્રિડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ગ્રિડ તરીકે ઉભરી આવી છે.
  4. આ ગ્રિડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણામાંથી બીજા ખૂણામાં 1,12,000 મેગાવોટ વીજળી પહોંચાડી શકીએ છીએ.
  5. આપણે સીઓપી21માં કટિબદ્ધતા વ્યક્ત કરી હતી કે, વર્ષ 2030 સુધીમાં અમારી ઉત્પાદન ક્ષમતાનો 40 ટકા હિસ્સો પુન:પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોમાંથી મેળવવામાં આવશે. આપણે આ લક્ષ્યાંક નવેમ્બર 2021 સુધીમાં, નિર્ધારિત સમય કરતાં 9 વર્ષ પહેલાં હાંસલ કરી લીધો છે.
  6. આજે આપણે પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સ્ત્રોતો મારફતે 1,63,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરીએ છીએ.
  7. આપણે દુનિયામાં સૌથી ઝડપી ગતિએ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા સ્થાપિત કરી રહ્યા છીએ.
  8. કુલ રૂ. 2,01,722 કરોડના ખર્ચ સાથે આપણે છેલ્લાં પાંચ વર્ષમાં 2,921 નવા સબ-સ્ટેશનોનું નિર્માણ કરીને, 3,926 સબ-સ્ટેશનો વધારીને, 6,04,465 સીકેએમ એલટી લાઇન સ્થાપિત કરીને, 2,68,838 11 કેવી એચટી લાઇન સ્થાપિત કરીને, 1,22,123 સીકેએમ (સર્કિટ કિલોમીટર)નાં કૃષિ ફીડર્સ અલગીકરણ અને સ્થાપિત કરીને વિતરણ માળખાને મજબૂત કર્યું છે.
  9. વર્ષ 2015માં ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠાના સરેરાશ કલાકો 12.5 કલાક હતા, જે હવે વધીને સરેરાશ 22.5 કલાક થઈ ગયા છે.
  10. સરકારે ઇલેક્ટ્રિસિટી (રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર્સ) રૂલ્સ, 2020 રજૂ કર્યા છે, જે હેઠળ-

 

    1. નવાં જોડાણને મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા સૂચિત કરવામાં આવી છે
    2. કન્ઝ્યુમર્સ હવે રૂફ ટોપ સોલરને અપનાવીને પ્રોઝ્યુમર બની શકે છે
    3. સમયસર બિલિંગ સુનિશ્ચિત કરવામાં આવશે
    4. મીટર સંબંધિત ફરિયાદોનાં નિવારણ માટે સૂચિત સમયમર્યાદા
    5. રાજ્ય નિયમનકારી સત્તામંડળ અન્ય સેવાઓ માટે સમયમર્યાદા સૂચિત કરશે
    6. ડિસ્કોમ કંપનીઓ ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન કરવા માટે 24X7 કોલ સેન્ટર્સ સ્થાપશે
  1. વર્ષ 2018માં 987 દિવસમાં 100 ટકા ગામડાંનું વિદ્યુતીકરણ (18,374) હાંસલ કર્યુંl
  2. 18 મહિનામાં 100 ટકા ઘરોમાં વિદ્યુતીકરણ (2.86 કરોડ) હાંસલ કર્યું છે. જેને વિશ્વનાં સૌથી મોટાં વિદ્યુતીકરણ અભિયાન તરીકે ઓળખવામાં આવે છે.
  3. સોલર પમ્પને અપનાવવા માટે યોજના રજૂ કરવામાં આવી છે, જે હેઠળ – કેન્દ્ર સરકાર 30 ટકા સબસિડી આપશે અને રાજ્ય સરકાર 30 ટકા સબસિડી આપશે. આ ઉપરાંત 30 ટકા લોનની સુવિધા મળશે.

સમગ્ર દેશમાં ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047ની છત્રછાયામાં બીજલી મહોત્સવોની ઉજવણી થઈ રહી છે, જેથી વધુ જનભાગીદારી અને ઊર્જા ક્ષેત્રની ગતિવિધિઓને વ્યાપકપણે નાગરિકો સુધી પહોંચાડી શકાય.આ પ્રસંગે કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ, શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારા, અંજારના એસડીએમ મેહુલ દેસાઈ, અંજારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ ગોપાલભાઈ આહિર સહિત આસપાસના ગામો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વીજળીના ફાયદાઓ અને વીજ ક્ષેત્રએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અભૂતપૂર્વ વૃદ્ધિએ કરી એ ઉજાગર કર્યું હતું. આ કાર્યક્રમોમાં કેટલાક લાભાર્થીઓએ પણ પોતાના અનુભવો વહેંચ્યા હતા.

મુલાકાતીઓ અને મહેમાનો સાથે જોડાવા માટે, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નુક્કડ નાટકો અને વીજ ક્ષેત્ર પર ટૂંકી ફિલ્મોના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને, તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે સામાજિક અંતર અને માસ્ક પહેરવા જેવા તમામ કોવિડ સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. આ ઉપરાંત તમામ ઉપસ્થિતોને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.



(Release ID: 1844664) Visitor Counter : 188


Read this release in: English