રેલવે મંત્રાલય

તારીખ 26 જુલાઈથી આણંદ-ગોધરા વચ્ચે બે જોડી મેમુ ટ્રેનો ફરી દોડશે

Posted On: 24 JUL 2022 6:35PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેના આણંદ - ગોધરા રેલ્વે વિભાગ પર કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરાયેલી આણંદ - ગોધરા મેમુ ટ્રેનો તારીખ 26 જુલાઈ 2022 થી ફરી શરૂ કરવામાં આવી રહી છે.

વડોદરાના ડિવિઝનના  જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું કે 26 જુલાઈ થી ટ્રેન નંબર 09394 ગોધરા જં.-આણંદ  મેમુ સવારે 04:30 કલાકે ગોધરા જં. થી ઉપડીને 06:40 કલાકે આણંદ  પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09393 આણંદ  જં. - ગોધરા જં. મેમુ  સવારે 10:00 કલાકે આણંદ જં. થી ઉપડીને  12:10 કલાકે ગોધરા જં. પહોંચશે.

એ જ પ્રમાણે તારીખ 26 જુલાઈ થી ટ્રેન  નંબર 09350 ગોધરા  જં. થી આણંદ જં. મેમુ બપોરે 01:50 કલાકે ગોધરા જં. થી ઉપડીને 03:35 કલાકે આણંદ જં. પહુંચશે. પરતમાં ટ્રેન નંબર 09395 આણંદ જં. - ગોધરા જં. મેમુ સાંજે 07:20 કલાકે આણંદ થી ઉપડીને રાત્રે 09:30 કલાકે ગોધરા જં. પહુંચશે.

ટ્રેન નંબર 09393, 09395 અને 09350 માર્ગ માં બંને દિશાઓ માં વાવડી ખુર્દ,  ટુવા, ટીમ્બા રોડ, સેવાલિયા, અંગાડી, ઠાસરા, ડાકોર, ઉમરેઠ, ઓડ, ભાલેજ, સદનાપુરા સ્ટેશન પર રોકાશે.

 

ટ્રેન નંબર 09394 ગોધરા જં. - આણંદ જં. મેમુ વાવડી ખુર્દ, ટુવા, ટીંબા રોડ, ઓડ, ભાલેજ, સદનાપુરા સ્ટેશનો પર રોકાશે નહીં.

 

મહેરબાની કરીને નોંધ લેવી કે 26મી જુલાઈ 2022થી ટ્રેન નંબર 09350 દાહોદ - આણંદ મેમુ ટ્રેનને આગળની  સૂચના સુધી દાહોદના સ્થાને ગોધરાથી ચલાવવામાં આવશે.



(Release ID: 1844434) Visitor Counter : 115