રેલવે મંત્રાલય

રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર ને અસર

Posted On: 24 JUL 2022 6:31PM by PIB Ahmedabad

રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે 26 જુલાઈ, 2022ના રોજ બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ વ્યવહાર ને અસર થશે. જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 26.07.2022 ના રોજ રદ.

• ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 26.07.2022 ના રોજ રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 25.07.2022 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19210 ઓખા - ભાવનગર એક્સપ્રેસ 26.07.2022 ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 26.07.2022 ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 26.07.2022 ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એક્સપ્રેસ 25.07.2022 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 12268 હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 26.07.2022 ના રોજ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 22923 બાંદ્રા - જામનગર હમસફર એક્સપ્રેસ 25.07.2022 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 22924 જામનગર - બાંદ્રા હમસફર એક્સપ્રેસ 26.07.2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 

માર્ગમાં મોડી થનાર ટ્રેનો:

26.07.2022 (મંગળવાર) ના રોજ માર્ગમાં મોડી થનાર ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે:

• ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી પડશે.

• ટ્રેન નંબર 22938 રીવા - રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ મોડી પડશે.

• ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગમાં 2 કલાક મોડી પડશે.

 

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1844433) Visitor Counter : 124