રેલવે મંત્રાલય
અમદાવાદ મંડળ પર "આઝાદી કી ટ્રેન અને સ્ટેશન" આઇકોનિક સપ્તાહનો ભવ્ય સમાપન
Posted On:
24 JUL 2022 6:25PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર બનાવવામાં આવી રહેલા "આઝાદી કી ટ્રેન અને સ્ટેશન"નો સમાપન સમારોહ સાબરમતી સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રી ઈશ્વરલાલ દવે અને શ્રી નંદલાલ શાહ સ્વાતંત્ર્ય સેનાનીઓ, શ્રી કિરીટ પરમાર મેયર અમદાવાદ, શ્રી અરવિંદ પટેલ ધારાસભ્ય સાબરમતી અને મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં, અમે 18મી જુલાઈથી 23 જુલાઈ 2022 સુધીના આપણા ગૌરવવંતા ઈતિહાસની ઝાંખીને અમદાવાદ મંડળ પર “આઝાદી કી ટ્રેન અને સ્ટેશન" શીર્ષક સાથે પ્રકાશિત કરવા માટે આખા ભારતમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ફોટો ગેલેરી, શેરી નાટકો, પદયાત્રા, ગૌરવ રેલ્વે પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇકોનિક સપ્તાહ દરમિયાન, કેટલીક ટ્રેનોને ફૂલોથી શણગારવામાં આવી હતી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારો દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
અમદાવાદ મંડળ પર સમાપન સમારોહ સાબરમતી સ્ટેશન ખાતે યોજાયો હતો જેમાં 99 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઈશ્વરલાલ દવે અને 96 વર્ષીય શ્રી નંદલાલ સાહ અને 12 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
માનનીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોષે શ્રી ઈશ્વર લાલ દેવજી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કર્યો. તેમના અનુભવો શેર કર્યા અને સ્વતંત્રતામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી. આ દરમિયાન સાબરમતી સ્ટેશન પર રેલવેના અતિત પર બે દિવસીય ઐતિહાસિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધી આશ્રમ (સાબરમતી)થી રિવરફ્રન્ટ (ઉસ્માનપુરા) સુધી દાંડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો. અમદાવાદ વિભાગની સાંસ્કૃતિક ટીમે બહાદુર શહીદોની યાદમાં શ્રેષ્ઠ શેરી નાટકો રજૂ કર્યા હતા. અમદાવાદ મંડળ પર અઠવાડિયા સુધી ચાલેલા કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનો, જનપ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1844431)
Visitor Counter : 147