રેલવે મંત્રાલય

આઇકોનિક સપ્તાહ ''આઝાદી ટ્રેન અને સ્ટેશન'' હેઠળ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો દ્વારા અમદાવાદથી સ્વર્ણજયંતી રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ ટ્રેનોને પ્રસ્થાનના સંકેત બતાવીને રવાના કરાવવામાં આવી

Posted On: 24 JUL 2022 6:15PM by PIB Ahmedabad

પશ્ચિમ  રેલવેના અમદાવાદ મંડળ  પર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 18મી જુલાઈથી 23મી જુલાઈ 2022 સુધી 'આઈકોનિક સપ્તાહ ''આઝાદી ની ટ્રેન અને સ્ટેશન મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનના નિર્દેશન હેઠળ અને વરિષ્ઠ કાર્મિક  અધિકારી શ્રી હર્ષદ વાનિયા ના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવ્યો. જે અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ કે તેમના સગા-સંબંધીઓ દ્વારા અમદાવાદ સ્ટેશનથી દરરોજ એક ટ્રેનનુંફ્લેગ ઓફકરવામાં આવતું હતું.

'આઈકોનિક સપ્તાહ ના સમાપન પર, સ્વાતંત્ર્ય સેનાની સ્વ. શ્રી રૂસ્તમ રાવ તાલે ના પૌત્ર, શ્રી રમેશ તાલે, તારીખ 23.07.2022 ના રોજ, ટ્રેન નંબર 12957 સ્વર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન ને અને સ્વતંત્રતા સેનાની સ્વ.શ્રી વ્રજલાલ બ્રમ્હભટ્ટ ના પુત્ર શ્રી કિશોર ભાઈએ ટ્રેન નંબર 12915 આશ્રમ એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન સિગ્નલ બતાવીને અમદાવાદ થી દિલ્હી રવાના કરી .

સ્વર્ગીય શ્રી રૂસ્તમરાવ સંપતરાવ તાલે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના નાનકડા ગામ 'દિગરા'ના રહેવાસી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ એવા વ્યક્તિ હતા જેમણે ભારતની આઝાદી માટે નિઃસ્વાર્થપણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે બ્રિટિશ સંસ્થાનવાદીઓ સામે બળવો કર્યો. શ્રી તાલે ને 25-08-1930 થી 24-01-1931 સુધી અને બાદમાં 10-10-1942 થી 05-07-1943 સુધી બ્રિટિશ શાસન દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાના પરિણામે જેલ માં રહ્યા હતા.. અને શ્રી વ્રજલાલ બ્રમભટ્ટ જી ગાંધીજીના નેતૃત્વમાં સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો

શ્રી નાગેશ ત્રિપાઠી, વરિષ્ઠ મંડળ સામગ્રી પ્રબંધકે, શ્રી રમેશ તાલે પૌત્ર  સ્વ. શ્રી રૂસ્તમ રાવ તાલે  અને શ્રી સુમંત પ્રસાદ ગુપ્તા,વરિષ્ટ મંડળ  મિકેનિકલ એન્જિનિયરે શ્રી કિશોર ભાઈ પુત્ર સ્વર્ગીય શ્રી વ્રજલાલ બ્રહ્મભટ્ટ નું શાલ અને ગુડલક પ્લાન્ટ આપીને સ્વાગત કર્યું હતું.

SD/GP/JD



(Release ID: 1844429) Visitor Counter : 126