સંસ્કૃતિ મંત્રાલય

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દમણની ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરાયો

Posted On: 23 JUL 2022 1:11PM by PIB Ahmedabad

WhatsApp Image 2022-07-23 at 12.20.53 PM.jpeg

 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતહર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી. જેના સંદર્ભે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં ગ્રામ પંચાયતોમાં વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

લોકોમાં વિષય જાગરૂકતા લાવા માટે તમામ ગ્રામ પંચાયતો દ્વારા વોર્ડસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દમણમાં દરેક પંચાયત વિસ્તારોમાં રાત્રી બેઠકનું આયોજન કરી માહિતી આપવામાં આવી રહી છે. મોડી સાંજે લોકો પોતાના ઘરો અને શેરીમાં ભેગા થાય છે જેથી સરળતાથી માહિતી આપી કાય. પંચાયતના સરપંચ અને સચિવ દ્વારા લોકોને આઝાદી કા અમૃત મહોત્સવના મહત્વની સમજણ પણ અપાય છે છે.આપણા સ્વતંત્રતા સેનાની અને નામી અને ગુમનામી લોકો દ્વારા ભારતની આઝાદી માટે પ્રયાસ અને કાર્યો કર્યા હતા તેમનું આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્મરણ કરવામાં આવી રહ્યું છે. 13 થી15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા  લહેરાશે. તિરંગા ધ્વજનું માપ અને ફરકાવાના નિયમોની પણ સમજણ આપવામાં આવી રહ છે.11 થી 15 ઓગસ્ટ સુધી વિભિન્ન કાર્યક્રમો પણ યોજાશે. સવારે પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવશે.

 

SD/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1844150) Visitor Counter : 206