રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

માનનીય સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા ગાંધીધામ, ભુજ, સામાખ્યાલી અને આદિપુર રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની વિવિધ સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ


ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Posted On: 20 JUL 2022 8:48PM by PIB Ahmedabad

માનનીય સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ થી તથા  શ્રીમતી માલતીબેન મહેશ્વરી માનનીય ધારાસભ્ય ની ગરિમામયી ઉપસ્થિતિમાં આજે ગાંધીધામ સ્ટેશનથી 20.07.2022 ના રોજ, ભુજ રેલ્વે સ્ટેશન પર 100 ફૂટ સ્મારક ધ્વજ અને એસ્કેલેટર, ગાંધીધામ સ્ટેશન પર સર્ક્યુલેટિંગ એરિયા અને પ્લેટફોર્મ નં.1 પર 32 મીટર કવર્ડ શેડ, આદિપુર સ્ટેશન પર ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ, સામાખ્યાલી  સ્ટેશન પર લિફ્ટનું -લોકાર્પણ અને ટ્રેન નંબર.19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.

ભુજ રેલ્વે સ્ટેશન પર 100 ફીટ મોન્યુમેન્ટલ ફ્લેગ (સ્મારક રાષ્ટ્રીય ધ્વજ) ની સ્થાપના કરવામાં આવી છે, જે રેલ્વે સ્ટેશનની સુંદરતા તો વધારશે , સાથે-સાથે રેલ્વે મુસાફરોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીને પણ પ્રોત્સાહન મળશે. તથા એસ્કેલેટર લગાવવાથી મુસાફરોને બ્રિજ પર ચઢવામાં સુવિધા રહેશે ખાસ કરીને  વિકલાંગ અને વૃદ્ધો માટે ખુબ ઉપયોગી રહેશે. અને ગાંધીધામ સ્ટેશન પર સર્ક્યુલેટિંગ એરિયા તથા પ્લેટફોર્મ નંબર 1 પર 32 મીટરના કવર શેડના વિસ્તરણથી મુસાફરોને સૂર્યપ્રકાશ અને વરસાદમાં સગવડ મળશે.આદિપુર સ્ટેશન પર પ્લેટફોર્મની ઊંચાઈ વધારીને કોચ અને પ્લેટફોર્મ વચ્ચેનું અંતર ઘટશે જેથી મુસાફરોને ટ્રેનમાં ચઢવા અને ઉતરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. સામાખ્યાલી સ્ટેશન પરની લિફ્ટ દિવ્યાંગો અને વૃદ્ધો માટે ખૂબ ઉપયોગી રહેશે .રેલવેની સુવિધા વધારવાના સતત પ્રયાસોની પ્રશંસા કરી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1843260) Visitor Counter : 132