રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતાની ટ્રેન અને સ્ટેશનનું આયોજન
Posted On:
20 JUL 2022 8:30PM by PIB Ahmedabad


પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત 18 જુલાઈથી 23 જુલાઈ 2022 સુધી ‘આઇકોનિક સપ્તાહ’ "સ્વતંત્રતાની ટ્રેન અને સ્ટેશન" મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનના નિર્દેશન અને વરિષ્ઠ મંડળ કર્મચારી અધિકારી શ્રી હર્ષદ વાણિયા ના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે.
અમદાવાદ મંડળ તરફથી 'આઇકોનિક સપ્તાહ' "સ્વતંત્રતાની ટ્રેન અને "સ્ટેશન" અંતર્ગત, અમદાવાદ મંડળથી દરરોજ એક ટ્રેનનું "ફ્લેગ ઑફ" સ્વાતંત્ર્ય સેનાનીઓ અથવા તેમના સંબંધીઓ દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન, તા.19.07.2022ના રોજ શ્રીમતી શશી સિંહ પૌત્રી, શ્રી રાજારામસિંહ મહાદેવસિંહ સ્વાતંત્ર્ય સેનાની એ ટ્રેન નંબર 19167 સાબરમતી એક્સપ્રેસ ને લીલી ઝંડી બતાવી રવાના કરી. સ્વ. શ્રી રાજારામસિંહ મહાદેસિંહે ભારત છોડો આંદોલન 1942 માં નેતાજી સુભાષચંદ્ર બોઝ ના નેતૃત્વ માં ભાગ લીધો હતો, તેમની ટીમે અંગ્રેજ સેનાની ટેલિફોન લાઈન કાપવાનું અને બાબતપુર રેલ્વે સ્ટેશનમાં આગ લગાડીને પરિવહનને નુકસાન પહોંચાડવાનું કાર્ય કર્યું હતું.
આ માટે તેમને 6 મહિના માટે ડિસ્ટ્રિક્ટ જેલમાં અને 6 મહિના બનારસની સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા આઝાદી પછી ભારત સરકાર તરફથી તેમની આ બહાદુરી માટે સબઇન્સ્પેક્ટરના પદ પર લખનઉ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કર્યા હતા શ્રી રાજારામસિંહજી બે પેન્શનના હકદાર હતા, એક સરકારી નોકરી માટે અને બીજું સ્વતંત્રતા સેનાની તરીકે હકદાર હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1843248)
Visitor Counter : 190