રેલવે મંત્રાલય

વડોદરા મંડળ પર ડિજિટલ ઈન્ડિયા અભિયાન


એકતાનગર - દાદર એક્સપ્રેસથી હેન્ડ હેલ્ડ ટર્મિનલ સાધનોના ઉપયોગની શરૂઆત

Posted On: 19 JUL 2022 8:18PM by PIB Ahmedabad

ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા ચાલતી ટ્રેનોમાં આરક્ષિત ટિકિની તપાસ અને ખાલી ઉપલબ્ધ બેઠકો અન્ય મુસાફરોને ઉપલબ્ધ કરાવવા માટે ટ્રેનોનાં ટ્રાવેલિંગ,ટિકિટ નિરીક્ષકો (ટીટીઈ) દ્વારા હૈન્ડ હેલ્ડ  ટર્મિનલ ઉકરણ (એચએચટી)નાં  ઉપયોગની શરૂઆત કરવામાં આવી છે.   આનાથી મુસાફરો ચાલતી ટ્રેનમાં ખાલી અનામત બેઠકોનો લાભ મેળવી શકશે અને આરએસી -પ્રતીક્ષા સૂચિના મુસાફરોની ટિકિટ કન્ફર્મ કરવામાં સુવિધા આપશે.

વડોદરા મંડળના સિનિયર ડીસીએમ મંજુ મીણાએ માહિતી આપી હતી કે ડિવિઝનમાં આ અત્યાધુનિક હેન્ડ-હેલ્ડ ટર્મિનલ સાધનોનો ડિજિટલ મોડ હેઠળ ઉપયોગ સૌપ્રથમ ટ્રેન નંબર 12928/12927 એકતાનગર-દાદર એક્સપ્રેસમાં 18 જુલાઈથી શરૂ કરવામાં આવ્યો છે. હવે ટીટીઈ દ્વારા ટ્રેનોમાં આરક્ષિત ટિકિટો તપાસવા અને અન્ય મુસાફરોને ખાલી બેઠકો ઉપલબ્ધ કરાવવા માટે, રિઝર્વેશન ચાર્ટને બદલે, ડિજિટલ આધુનિક ટેક્નોલોજી હાથ ધરાયેલા ટર્મિનલના રૂપમાં નવા ઈ-ડિવાઈસથી કરવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા મંડળને અત્યાર સુધીમાં કુલ 74 હેન્ડ હેલ્ડ ટર્મિનલ પૂરા પાડવામાં આવ્યા છે. મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફને પણ આ સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.

આ મશીન આ રીતે કામ કરે છે:

હેન્ડ હેલ્ડ ટર્મિનલ એ આઈપેડના કદનું  ડિજિટલ ઉપકરણ છે. આમાં મુસાફરોનો રિઝર્વેશન ચાર્ટ ઉપલબ્ધ હશે. આ મશીન જીપીઆરએસ  દ્વારા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમના સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલ છે. તેથી જ્યાં પણ ટ્રેન સ્ટેશન પર ઉભી રહે છે ત્યાં ટિકિટ બુકિંગની વિગતો આપમેળે અપડેટ થઈ જાય છે. આના દ્વારા ટીટીઈ સીટ કન્ફર્મેશન, કેન્સલેશન વગેરેનું કામ પણ સરળતાથી કરી શકશે. આ સાધનોનો ઉપયોગ અન્ય ટ્રેનોમાં (વડોદરા મંડળમાં) શરૂ કરવા માટે ઝડપી ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે.

SD/GP/JD


 



(Release ID: 1842859) Visitor Counter : 87