જળશક્તિ મંત્રાલય

ગુજરાતમાં 'હર ઘર નલ સે જલ' યોજનાનો અમલ

Posted On: 19 JUL 2022 4:28PM by PIB Ahmedabad

સાંસદ શ્રી નરહરી અમીનના અતારાંકિત પ્રશ્ન નં. 106 જેમકે, (a) ગુજરાત રાજ્યમાં 'હર ઘરનાલ સે જલ' યોજનાના અમલીકરણની સ્થિતિ; (b) અત્યાર સુધી આ યોજનાનો લાભ મેળવનાર પરિવારોની જિલ્લાવાર સંખ્યા; અને (c) ઉક્ત યોજના માટે અત્યાર સુધી ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો?નો ઉત્તર કેન્દ્રીય જલ શક્તિ રાજ્યમંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે આપ્યો હતો.

તેમણે સવાલ (a) થી (c)નો ઉત્તર આપ્યો હતો  કે ઓગસ્ટ 2019 થી, ભારત સરકાર રાજ્યોની ભાગીદારીમાં, જલ જીવન મિશન (JJM) - હર ઘર જલનો અમલ કરી રહી છે, જેથી 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં પીવાલાયક નળના પાણીના પુરવઠાની જોગવાઈ કરવામાં આવે. .

ઓગસ્ટ 2019માં મિશનની જાહેરાત સમયે, રાજ્યમાં માત્ર 65.16 લાખ (71%) ગ્રામીણ પરિવારો પાસે જ નળના પાણી પુરવઠાની જોગવાઈ હોવાનું નોંધાયું હતું. ત્યારથી, રાજ્યમાં 23.41 લાખ ગ્રામીણ પરિવારોમાં નળના પાણીના પુરવઠાની જોગવાઈ કરવામાં આવી છે. 12મી જુલાઈ 2022 સુધીમાં, ગુજરાતમાં 91.77 લાખ ગ્રામીણ પરિવારોમાંથી, 88.57 લાખ (96.51%) ગ્રામીણ પરિવારોમાં નળના પાણીની જોગવાઈ છે. 12મી જુલાઈ 2022ના રોજ નળના પાણીની જોગવાઈ ધરાવતા કુલ ગ્રામીણ પરિવારોની જિલ્લાવાર વિગતો એનેક્સમાં છે.

જેજેએમ હેઠળ, 12મી જુલાઈ 2022ના રોજ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો નીચે મુજબ છે:

(રૂપિયા કરોડમાં)

નાણાકીય વર્ષ

ફાળવેલું ફંડ (કેન્દ્રીય હિસ્સો)

2019-20

390.31

2020-21

883.08

2021-22

3,410.61

2022-23

3,590.16

SD/GP/JD



(Release ID: 1842708) Visitor Counter : 168