રેલવે મંત્રાલય

“આઝાદીની ટ્રેન અને સ્ટેશન” અંતર્ગત અડાસ રોડ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

Posted On: 18 JUL 2022 8:00PM by PIB Ahmedabad

'આઝાદીના  અમૃત મહોત્સવ' કાર્યક્રમ હેઠળ, રેલ્વે મંત્રાલય દ્વારા 18 થી 23 જુલાઈ 2022 સુધી  "આઝાદીની ટ્રેન અને સ્ટેશન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું  છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-આણંદ રેલ ખંડના અડાસ રોડ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અંતર્ગત અડાસ રોડ સ્ટેશનને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે અને એક મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે જેના દ્વારા દેશભક્તિના ગીતો અને ટૂંકી ફિલ્મો પણ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. અડાસ રોડ સ્ટેશન પર 'આઝાદી કે અમૃત મહોત્સવ' સંબંધિત ફોટો પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

વરિષ્ઠ મંડળ  કર્મચારી અધિકારી શ્રી સુનિલ બિશ્નોઇએ માહિતી આપી હતી કે સમયગાળા દરમિયાન આઝાદી માટે જે લોકોએ પોતાના જીવનનું આહુતિ આપી હતી તેમની યાદમાં શેરી નાટકો અને ગીત, સંગીત અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું  છે. સ્ટેશન પર સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. 18 ઓગસ્ટ 1942ના રોજ, ભારત છોડો ચળવળ દરમિયાન ત્રિરંગા સાથે મુસાફરી કરી રહેલા પાંચ નિઃશસ્ત્ર ક્રાંતિકારીઓને અડાસ રોડ સ્ટેશન પર અંગ્રેજોએ ગોળી મારી હતી. જે ભારત છોડો આંદોલન ના દરમ્યાન ત્રિરંગો લઈને યાત્રા કરી રહ્યા હતા.  તેમની યાદમાં સ્ટેશનની નજીક એક શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું  કે, રેલ્વે પ્રશાસન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવશે . દરમિયાન વડોદરા તથા અમદાવાદ વચ્ચે દોડતી સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેનને પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા લીલી ઝંડી બતાવવાનું આયોજન છે.



(Release ID: 1842478) Visitor Counter : 134