માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કમ્યુનિકેશન અને ગુજરાતમાં કેન્દ્ર સરકારના અન્ય મીડિયા એકમોના વડા તરીકે શ્રી પ્રકાશ મગદુમે ચાર્જ સંભાળ્યો

Posted On: 18 JUL 2022 1:09PM by PIB Ahmedabad

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કમ્યુનિકેશન અને ગુજરાતમાં કેન્દ્ર સરકારના અન્ય મીડિયા એકમોના વડા તરીકે શ્રી પ્રકાશ મગદુમે ચાર્જ સંભાળી લીધો છે.

ડો. ધીરજ કાકડિયાની રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝ પેપર ઓફ ઈન્ડિયા (આરએનઆઈ)ના વડામથક દિલ્હી ખાતે અપર મહાનિદેશક તરીકે નિમણૂંક થતા એમની જગ્યાએ શ્રી પ્રકાશ મગદુમે આજથી ચાર્જ સંભાળી લીધો છે.

1999 બેચના આઈઆઈએસ અધિકારી શ્રી પ્રકાશ મગદુમ અગાઉ નેશનલ ફિલ્મ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા (એનએફએઆઈ), પૂનામાં નિદેશક તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. શ્રી પ્રકાશ મગદુમ કેન્દ્ર સરકારના મહત્વના મીડિયા એકમોનો ચાર્જ આસામ, કેરળ સહિત વિવિધ રાજ્યોમાં સંભાળી ચૂક્યા છે અને મીડિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1842322) Visitor Counter : 298


Read this release in: English