રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રાયોગિક ધોરણે મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેનને નિંગાળા ખાતે વધારાનું સ્ટોપેજ

Posted On: 15 JUL 2022 9:15PM by PIB Ahmedabad

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનની મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન (20956)ને 18મી જુલાઈ, 2022થી આગામી છ મહિનાના સમયગાળા માટે નિંગાળા સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સપ્તાહમાં 5 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર નિંગાલા સ્ટેશન પર રોકાશે.

ટ્રેન નંબર 20956 મહુવા-સુરત સુપરફાસ્ટ સપ્તાહમાં 5 દિવસ (ગુરુવાર અને શનિવાર સિવાય) 18મી જુલાઈ, 2022થી 22.00 કલાકે નિંગાળા સ્ટેશને આવશે અને 22.01 કલાકે  ઉપડશે.

એ જ રીતે ટ્રેન નંબર 20955 સુરત-મહુવા સુપરફાસ્ટ 19મી જુલાઈ, 2022થી સપ્તાહમાં 5 દિવસ (ગુરુવાર અને શનિવાર સિવાય) સવારે 06.02 કલાકે નિંગાળા સ્ટેશન આવશે અને 06.03 કલાકે ઉપડશે. 

 

ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1841928) Visitor Counter : 171