રેલવે મંત્રાલય

અમદાવાદ અને કુડાલની વચ્ચે ચાલશે ગણપતિ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Posted On: 15 JUL 2022 7:31PM by PIB Ahmedabad

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કુડાલ વચ્ચે ગણપતિ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ સ્પેશિયલ વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09412/09411 અમદાવાદ-કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ [4 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09412 અમદાવાદકુડાલ સ્પેશિયલ ટ્રેન 30 ઓગસ્ટ અને 06 સપ્ટેમ્બર 2022 (મંગળવાર)ના રોજ અમદાવાદથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.40 કલાકે કુડાલ પહોંચશે. તેવી રીતે, ટ્રેન નંબર 09411 કુડાલ - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન કુડાલથી 31 ઓગસ્ટ અને 07 સપ્ટેમ્બર 2022 (બુધવાર)ના રોજ કુડાલ થી 06.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે અમદાવાદ પહોંચશે. ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સાવર્ડા, અરાવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, આડવલી, વિલવડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, નાંદગાંવ રોડ કણકાવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09412 માટે બુકિંગ 18 જુલાઈ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

SD/GP/JD



(Release ID: 1841874) Visitor Counter : 108