રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મિશન જીવન રક્ષા : અમદાવાદ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી પડી ગયેલી મહિલાનો આરપીએફની મહિલા કોન્સ્ટેબલે જીવ બચાવ્યો

Posted On: 13 JUL 2022 8:56PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળના સમર્પિત કર્મચારીઓ અમારા આદરણીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ ક્રમમાં આજે તારીખ  13 જુલાઈ 2022ના રોજ અમદાવાદ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસી જવાને કારણે મહિલા મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે લટકી ગઈ હતી, જેને આરપીએફ સ્ટાફની મહિલા કોન્સ્ટેબલ મંદાકિની પરમારે સમય સરબહાર નીકાળીને જીવ બચાવ્યો.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે આજે 13.07.2022, ના રોજ ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પરથી સવારે 08:40 કલાકે ઉપડી ત્યારે કોચ નંબર B-3માં એક મહિલા મુસાફર યાત્રીનો ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે.  પગ લપસી જવાને કારણે મહિલા મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે લટકી ગઈ. તે જ સમયે, ફરજ પરના લેડી કોન્સ્ટેબલ સ્ટાફ, મંદાકિની પરમારે, મહિલા મુસાફરને ઝડપથી પકડીને બહાર કાઢી હતી. મહિલા મુસાફરની પૂછપરછ પર તેણે કહ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી અને તેણે તેની મુસાફરી ચાલુ રાખવા વિનંતી કરી. મહિલા મુસાફર અનુજ્ઞા રસ્તોગી, ઉમર 37 વર્ષના સહ-પ્રવાસી દુર્ગેશ રસ્તોગી ગ્વાલિયર નિવાસી અને અન્ય મુસાફરોએ મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ઝડપી કાર્યની પ્રશંસા કરી હતી.

મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન અને વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી એસ.એસ. અહેમદે સંબંધિત મહિલા કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલી તકેદારી, સમજણ અને બહાદુરીની પ્રશંસા કરી છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1841321) Visitor Counter : 162