પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ હેઠળ,આઝાદી સે અંત્યોદય તક, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત, ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંહયોગથી, ખેડા જિલ્લાના પીપલગ ગામ પાસે રુડ સેટ ઇન્સ્ટિટયૂટ ખાતે પશુ મિત્ર તાલીમ શિબિર રાજ્યમાં પ્રથમવાર યોજાઇ રહી છે
રહેવા, ખાવા ,પીવા સાથે તદ્દન નિશુલ્ક, 60 દિવસની પ્રથમ રાજ્ય કક્ષાની તાલીમ 35 જેટલા ખેડા જિલ્લાના ખેતી અને પશુપાલન ક્ષેત્રે જોડાયેલા છેવાડાના ખેડૂત મિત્રોને, પશુપાલકોને અપાઈ રહેલી તાલીમ
પશુ મિત્ર તાલીમમાં કૃત્રિમ બીજ ,મરઘા પાલન, વીર્યદાન ,સરકારી સહાય, બકરા પાલન, પશુ રોગોનું નિયંત્રણ તથા પ્રાથમિક સારવારની પ્રેક્ટીકલ અને થિયરેટિકલ તાલીમ
તબેલાની સંભાળ ડેરી ફાર્મ વૈજ્ઞાનિક અભિગમ ઉપરાંત અલગ અલગ જગ્યાએ અને પશુ દવાખાનાની પણ મુલાકાત લઈ શકાશે
Posted On:
13 JUL 2022 8:30PM by PIB Ahmedabad
આઝાદીનાં 75વર્ષની ઉજવણી સમગ્ર રાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે થઈ રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતભરમાં 75 જિલ્લાઓમાં પશુ મિત્ર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતભરના 75 જિલ્લાઓ કે જ્યાં આઝાદી અપાવનાર ફ્રીડમ ફાઈટરો થઈ ગયા. તે જિલ્લાઓમાં પશુ મિત્ર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
"આઝાદી સે અંત્યોદય તક" શીર્ષક હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી, મિનિસ્ટ્રી ઓફ રુરલ ડેવલોપમેન્ટ હેઠળ આ પ્રોગ્રામ અંતર્ગત, સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાર સ્થળો ઉપર જેમાં ભાવનગર ,ભરૂચ ,રાજકોટ અને નડિયાદ ખાતે આ પ્રકારની શિબિરોનું આયોજન કરાયું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્ય માં ખેડા જિલ્લાના નડિયાદ નજીક પીપલગ ગામ પાસે આવેલ રુડ સેટ ઇન્સ્ટિટયૂટ, ખાતે ૬૦ દિવસનો રહેવા- જમવા સાથેની પશુ મિત્ર તાલીમની શરૂઆત કરવામાં આવી છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મહા ગુજરાત આંદોલનના પ્રણેતા પૂજ્ય ઈન્દુલાલ યાજ્ઞિક ફ્રીડમ ફાઈટર થઈ ગયા. તે અંતર્ગત સમગ્ર ખેડા જિલ્લાના અંતરિયાળ ગામમાં રહેતા 35 યુવાનો જેઓ પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓને તાલીમ આપવાનું ભગીરથ કાર્ય રુડ સેટ ઇન્સ્ટિટયૂટ ખાતે થઈ રહ્યું છે. આ તાલીમ શિબિરમાં માત્ર થીયરી ના સમજાવતા પ્રેક્ટીકલ માટે ગામડે, પશુ દવાખાના વગેરે સ્થળોએ લઇ જવાય છે. આ ઉપરાંત સંસ્થા ખાતે પણ વિવિધ પશુ નિષ્ણાતોને બોલાવી અલગ અલગ વિષય ઉપર તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ શિબિરનો મુખ્ય વિષય પશુ મિત્ર એટલે માત્ર ગાય -ભેંસ નહીં પરંતુ ખેતી સાથે સંકળાયેલા તમામ પશુઓનો સમાવેશ થાય છે. જેમાં મરઘાપાલન, બકરા પાલન, ગાય, ભેંસ વગેરે ખેતીને મદદરૂપ છે તે તમામ પશુઓનો સમાવેશ થાય છે. આ તાલીમ શિબિરમાં પશુઓને બીમારીમાં પ્રાથમિક સારવાર, કૃત્રિમ વીર્યદાન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાય, તબેલા, ડેરી ફાર્મ તેમજ વૈજ્ઞાનિક અભિગમ ઉપરાંત પશુ દવાખાનાની મુલાકાતો, પશુ રોગો અને નિયંત્રણ કઈ રીતે કરવું, પશુઓને રોગ થાય ત્યારે પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે જોડાવા માટે સરકારશ્રીની સહાય આમ તમામ બાબતો ૬૦ દિવસ દરમિયાનની તદન નિઃશુલ્ક રહેવા ખાવા-પીવા સાથેની આ તાલીમ શિબિરમાં 35 યુવકોને તૈયાર કરાશે.
રુડસેટ ઇન્સ્ટિટયૂટ ખાતે નિયામક અજય પાઠક, પ્રવીણભાઈ પરમાર, સહિત સંસ્થાના અન્ય કર્મચારીઓ ઇન્સ્ટ્રક્ટર મહેનત કરી રહ્યા છે. આ તમામ તાલીમાર્થીઓને અમૂલના રિટાયર્ડ ડોક્ટર ઉપેન્દ્ર વ્યાસ તાલીમ આપી રહ્યા છે. રાજ્યભરમાં આ પ્રથમ તાલીમ શિબિર ખેડા જિલ્લાના રુડસેટ ખાતે યોજાઈ રહી છે.
SD/GP/JD
(Release ID: 1841311)
Visitor Counter : 262