રેલવે મંત્રાલય

સ્વચ્છ ભારત - ગ્રીન ઈન્ડિયા પહેલ


વડોદરા મંડળના મકરપુરા, રણોલી, ડભોઇ, કરમસદ, મોડાસા, ખરસાલિયાઅને ઉતરાણ સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થશે

Posted On: 12 JUL 2022 8:32PM by PIB Ahmedabad

ભારત સરકારની સ્વચ્છ ભારત - ગ્રીન ઈન્ડિયા પહેલને અનુરૂપ, પર્યાવરણમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ક્લીન એન્ડ ગ્રીન એનર્જી હેઠળ, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ  દ્વારા 7 સ્ટેશનો પર ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગની સુવિધા આપવામાં આવી રહી છે.

માહિતી આપતાં સિનિયર મંડળ પ્રબંધક શ્રીમતી મંજુ મીણા એ જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેની ક્રાંતિકારી પહેલ હેઠળ મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવાનો અને તેમને યાદગાર પ્રવાસનો અનુભવ કરાવવાની સાથે સાથે આવક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. યોજના હેઠળ, પશ્ચિમ રેલ્વે પ્રશાસને મેસર્સ ચાર્જ એવર સોલ્યુશન એલએલપીના સહયોગથી મંડળના મકરપુરા રણોલી, ડભોઈ, કરમસદ, મોડાસા, ખરસાલિયા અને ઉતરાણ સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સુવિધા પૂરી પાડી છે. સ્ટેશન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે સાથે સીધું જોડાયેલ છે. જેના કારણે ઈલેક્ટ્રિક વાહનો દ્વારા મુસાફરી કરતા રોડ યુઝર્સને તેનો સીધો ફાયદો મળશે. સાથે વડોદરા મંડળને પણ વાર્ષિક ₹40000થી વધુની આવક થશે. હાલમાં સુવિધા સંબંધિત કંપનીને 1 વર્ષ માટે આપવામાં આવી છે જે આગામી 1 વર્ષ માટે પણ વધારી શકાય છે.

SD/GP/JD



(Release ID: 1841022) Visitor Counter : 139