પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર સાયન્ટીફીક એકસ્પો (પ્રદર્શન ) મહેસાણા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો


નવી પેઢી, નવી ટેકનોલોજી સાથે પશુપાલનના વ્યવસાયને અપનાવી રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે : કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા

લોકોને ખાસ પ્રાકૃતિક અને જૈવિક ખેતી કરવા કર્યો અનુરોધ

Posted On: 08 JUL 2022 4:37PM by PIB Ahmedabad

ગરવી ગુજરાત 2022 અને “75 આઝાદી કા અમૃત મહોત્સવ” અતંર્ગત હાઈસ્કૂલ – કોલેજ ના યુવા વર્ગની જીજ્ઞાસાઓને વધારવા માટે, સૌ પ્રથમ વાર મહેસાણા શહેરમાં સાયન્સ એન્ડ સાયન્ટીફીક ટેક્નોલૉજી એક્સ્પોનું રાજવંશી ફાર્મ, મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે મહેસાણા જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. તમામ વિશિષ્ટતા ધરાવતા મહેસાણા જિલ્લામાં સાયન્ટિફિક પ્રદર્શન યુવાનોને ઉત્સાહ અને પ્રેરણા આપશે. આ એક્સપોના આયોજન બદલ અભિનંદન પાઠવી સરકાર દ્વારા માછીમારોને પણ કિસાન ક્રેડિટ યોજનાનો લાભ આપવાનું જણાવી શ્રી રૂપાલાએ લોકોને ખાસ પ્રાકૃતિક અને જૈવિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

શ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પશુપાલકોનો વિકાસ થાય તે માટે દેશભરમાં રૂપિયા 13 હજાર કરોડના ખર્ચે પશુઓને રસી આપી ક્રાંતિ સર્જી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી, નવી ટેકનોલોજી સાથે પશુપાલન ક્ષેત્રના વ્યવસાયને અપનાવી રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે જરૂરી છે.

આ પ્રસગે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સાયન્ટિફિક એક્સ્પો પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને અમૃતકાળમાં લઈ જવા માટે અને દેશની 5 ટ્રીલીયનની ઇકોનોમી કરવા માટે યુવાઓને પ્રોત્સાહન તથા ટેકનોલોજીના જ્ઞાન માટે યોજવામાં આવ્યો છે. દેશમાં 72000 સ્ટાર્ટઅપ કાર્યરત છે. ગુજરાત ત્રીજી વખત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ બન્યું છે.


આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સુસંગત આ કાર્યક્રમ યુવાઓ માટે આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા રૂપ બની રહેશે.

8 જુલાઈ થી 11 જુલાઈ સુધી ચાલનારા આ એક્સ્પોમાં જુદાજુદા સ્ટોલ જેવાકે
 - સ્પે. ડીસ્પ્લે - આત્મ નિર્ભર ભારત
- વિકલાંગ અને પછાત વર્ગ માટે સ્પે. સ્કીમ
- ઇકો ફેન્ડલી પ્રોડક્ટ નું પ્રદર્શન
- હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ વસ્તુઓ પ્રત્યે સ્પે. આકર્ષણ 
- એગ્રીકલ્ચર અને ફુડ પ્રોસેસીંગ
- ડેરી, એનીમલ હસબન્ડ્રી અને ફીસરીઝ
- ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વન ડીસ્ટ્રીક્ટ - વન પ્રોડક્ટ લોકલ ફોર વોકલને આકર્ષક પ્રોડક્ટ ઉત્પાદનોના 15 જેટલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે 

ઉદઘાટન સમારોહમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યો સહિત સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1840110) Visitor Counter : 190