રેલવે મંત્રાલય

અમદાવાદ-પુરી, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે

Posted On: 04 JUL 2022 9:47PM by PIB Ahmedabad

પૂર્વી તટ રેલ્વે પર સંબલપુર મંડળના ટીટલાગઢ-સિકિર સેક્સન પર દોહરીકરણ કાર્ય તથા ટીટલાગઢ-કેસિંગા સ્ટેશન વચ્ચે ત્રીજી લાઇનના નિર્માણના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-પુરી એક્સપ્રેસ, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત કરાયેલા માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છેઃ-

1.       તારીખ 08 અને 15 જુલાઈ 2022ના રોજ, ટ્રેન નં. 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ રાયપુર-ટીટલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇબ-સંબલપુર થઈને દોડશે.

2.       તારીખ 06 અને 13 જુલાઈ 2022ના રોજ, ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંબલપુર-ટીટલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર-ઇબ થઈને દોડશે.

3.       તારીખ 08 અને 15 જુલાઈ 2022ના રોજ, ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ રાયપુર-ટીટલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇબ -સંબલપુર થઈને દોડશે.

4.       તારીખ 11 અને 18 જુલાઈ 2022ના રોજ ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ સંબલપુર-ટીટલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર-ઇબ થઈને દોડશે.

5.       તારીખ 07, 11 અને 14 જુલાઈ 2022 ના રોજ, ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંબલપુર-ટીટલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર-ઇબ થઈને દોડશે.

6.       તારીખ 07,12 અને 14 જુલાઇ 2022 ના રોજ, ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-ટીટલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા  ઇબ-સંબલપુર થઈને દોડશે.

ટ્રેનોના સંચાલન, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેમુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839224) Visitor Counter : 152