રેલવે મંત્રાલય
પાલનપુર-સામાખ્યાલી સેક્શન પર વારાહી -વાઘપુરા-છાણસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના નિર્માણને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનોને પ્રભાવિત થશે.
Posted On:
04 JUL 2022 9:42PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પાલનપુર- સામાખ્યાલી સેક્શન પર વારાહી -વાઘપુરા- છાણસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના નિર્માણ કાર્યને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો
• તારીખ 5 જુલાઈ અને 7મી જુલાઈ 2022ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ રદ્દ રહેશે
• તારીખ 6 જુલાઈ 2022ની ટ્રેન નંબર 22483 જોધપુર - ગાંધીધામ એક્સપ્રેસ રદ્દ રહેશે.
ડાયવર્ટ ટ્રેનો
· તારીખ 7 જુલાઈ 2022 ની ટ્રેન નંબર 14322 ભુજ - બરેલી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા સામાખ્યાલી-ધ્રાંગધ્રા-વિરમગામ-મેહસાણા-પાલનપુર થઈને દોડશે.
· તારીખ 6 જુલાઈ 2022 ની ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-મહેસાણા-વિરમગામ-ધાંગધ્રા- સામાખ્યાલી થઈને દોડશે.
ટ્રેનોના સંચાલન, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1839222)
Visitor Counter : 125