રેલવે મંત્રાલય

સિઝન ટિકિટ ધારકોને અમદાવાદ મંડળ પર નિર્દિષ્ટ મેલ/એક્સપ્રેસ ટ્રેનોના બીજા વર્ગના અનારક્ષિત કોચમાં મુસાફરી કરવાની મંજૂરી

Posted On: 01 JUL 2022 7:19PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વે દ્વારા મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સીઝન ટિકિટ ધારકોને નિર્દિષ્ટ મેલ/એક્સપ્રેસ ટ્રેનોના અનારક્ષિત કોચમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો કોઈ સીઝન ટિકિટ ધારક મુસાફર બિન-નિર્દિષ્ટ મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતો જોવા મળે, તો તેને ટિકિટ વિના ગણવામાં આવશે અને સંબંધમાં હાલના નિયમો અનુસાર ચાર્જ લેવામાં આવશે.

અમદાવાદ મંડળના પર સીઝન ટિકિટ ધારકોને નીચેની નિર્દિષ્ટ મેલ/એક્સપ્રેસ ટ્રેનોના બીજા વર્ગના અનારક્ષિત કોચમાં નિર્દિષ્ટ સ્ટેશનો વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે.

  1. ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ (રાજકોટ-અમદાવાદ વચ્ચે)
  2. ટ્રેન નંબર 12655/56 અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (અમદાવાદ-બરોડા-અમદાવાદ વચ્ચેના સુપરફાસ્ટ ભાડા સાથે)
  3. ટ્રેન નંબર 12971/72 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર એક્સપ્રેસ (અમદાવાદ-સુરેન્દ્રનગર - ભાવનગર વચ્ચે સુપરફાસ્ટ ભાડા સાથે)
  4. ટ્રેન નંબર 14820/19 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ (સાબરમતી-ભીલડી-સાબરમતી વચ્ચે)
  5. ટ્રેન નંબર 19015/16 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ (અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ વચ્ચે)
  6. ટ્રેન નંબર 19033/34 વલસાડ-અમદાવાદ એક્સપ્રેસ (વલસાડ-અમદાવાદ-વલસાડ વચ્ચે)
  7. ટ્રેન નંબર 19119/20 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ (અમદાવાદ-સોમનાથ-અમદાવાદ વચ્ચે)
  8. ટ્રેન નંબર 19217/18 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ (અમદાવાદ-રાજકોટ-અમદાવાદ વચ્ચે)
  9. ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ (પશ્ચિમ રેલ્વે વિભાગ પર સુપરફાસ્ટ ભાડા સાથે)
  10.  ટ્રેન નંબર 22185 અમદાવાદ-પુણે એક્સપ્રેસ (પશ્ચિમ રેલવે વિભાગ પર સુપરફાસ્ટ ભાડા સાથે)
  11.  ટ્રેન નંબર 22953/54 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ (મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ ભાડા સાથે)
  12.  ટ્રેન નંબર 22955/56 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ (બાંદ્રા ટર્મિનસ-ભુજ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ ભાડા સાથે)
  13.  ટ્રેન નંબર 14821/22 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ (પાલનપુર-સાબરમતી-પાલનપુર વચ્ચે)
  14.  ટ્રેન નંબર 14893/94 જોધપુર-પાલનપુર એક્સપ્રેસ (ભીલડી-પાલનપુર-ભીલડી વચ્ચે)

SD/GP/JD



(Release ID: 1838676) Visitor Counter : 111