યુવા બાબતો અને રમત મંત્રાલય
44મા ચેસ ઓલિમ્પિયાડ માટેની ઐતિહાસિક મશાલ રીલેનું સુરતમાં ભવ્ય સ્વાગત
નવસારીના સાંસદ શ્રી. સી. આર. પાટીલે મશાલ રીલેનું સ્વાગત કરી, મશાલ રીલેને દાંડી પ્રસ્થાન કરાવ્યું
Posted On:
01 JUL 2022 3:23PM by PIB Ahmedabad
ભારતમાં પ્રથમ વખત 44મા ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરેલી ઐતિહાસિક મશાલ રીલે આજે સવારે સુરત ખાતે આવી પહોંચી હતી. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલે મશાલ રીલેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને રાજ્યના ચેસ ગ્રાન્ડ માસ્ટર શ્રી અંકિત રાજપરાને મશાલ રીલે સોંપીને દાંડી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સુરતના કલેકટર શ્રી આયુષ ઓક, રાજ્યના ગ્રાન્ડ માસ્ટર્સ, ચેસ એસોસિયેશનના હોદ્દેદારો, ચેસના ખેલાડીઓ વિદ્યાર્થીઓ, અન્ય રમતોના ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહને સંબોધતા શ્રી પાટીલે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ચેસ સહિત રમતગમતને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. દેશમાં યુવાનો અભ્યાસની સાથે રમતગમતમાં ભાગ લઈને શક્તિશાળી પણ થયા છે. સુરત જિલ્લામાંથી 200 સ્પર્ધકો ચેસમાં ભાગ લઈ રહ્યા છે એ ગર્વની વાત છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 શહેરોમાં આ મશાલ રીલે જઈ રહી છે. તેમણે ચેસ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા સૌને શુભકામના પાઠવી હતી. આ મશાલ રીલેથી ચેસ પ્રત્યેનું આકર્ષણ વધશે.


સુરતના યુવાનનો વિશ્વવિક્રમનો પ્રયાસ
આ પ્રસંગે શ્રી સી.આર પાટીલની ઉપસ્થિતિમાં, 7 વિશ્વવિક્રમો સર્જનાર સુરતના જીત ત્રિવેદીએ આંખે પાટા બાંધીને ચેસના 32 મહોરાં (પીસ) 90 સેકન્ડ્સમાં ગોઠવીને વિશ્વ વિક્રમ માટે પ્રયાસ કર્યો હતો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1838549)
Visitor Counter : 173