રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદની અનોખી પહેલ


કલા અને હસ્તકલા સ્પર્ધા અને પ્રદર્શન "આર્ટવર્ક 2022" નું આયોજન

Posted On: 29 JUN 2022 7:11PM by PIB Ahmedabad

 

પશ્ચિમ રેલવે મહિલા સંગઠન અમદાવાદ દ્વારા ન્યુ રેલવે કોલોની સ્થિત કોમ્યુનિટી બિલ્ડિંગમાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓના બાળકો માટે કલા અને હસ્તકલા (આર્ટ એન્ડ ક્રાફટ ) સ્પર્ધા અને પ્રદર્શનકલાકૃતિ 2022”નું આયોજન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલવે મહિલા સંગઠન અમદાવાદ સંગઠનના પ્રમુખ શ્રીમતી ગીતિકા જૈનના નેતૃત્વમાં આયોજિત પ્રદર્શન અને સ્પર્ધામાં 7 થી 17 વર્ષની વયના 70 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને પોત પોતાની કુશળતા દર્શાવી હતી જેમાં વર્કિંગ મોડલ, વેસ્ટ મટિરિયલમાંથી શ્રેષ્ઠ બનાવવા, પેઇન્ટિંગ, ક્લે આર્ટ, હાથથી બનાવેલી વસ્તુઓ અને પ્રાદેશિક પેઇન્ટિંગ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોએ પોતાની અદ્દભુત પ્રતિભા બતાવી અને પેઇન્ટબ્રશથી રંગો ભરીને શ્રેષ્ઠ કલાનું સર્જન કર્યું હતું. સ્પર્ધામાં તમામ ગ્રુપના વિજેતા બાળકોને શ્રીમતી જૈન દ્વારા ઈનામ આપવામાં આવ્યા હતા.

શ્રીમતી ગીતિકા જૈને સહભાગીઓની કલા પ્રત્યે પોતાનું સમર્પણ, લાગણી, જુસ્સો તેમજ મહેનતની પ્રશંસા કરતા ખુશી વ્યક્ત કરી તથા પોતાની સર્જનાત્મક કૌશલ્યને આગળ વધારતા રહેવા જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના તમામ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1838051) Visitor Counter : 132