આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા સત્તાવાર આંકડાઓ પર રાષ્ટ્રવ્યાપી ક્વિઝ સ્પર્ધા અન્વેષા 2022નું આયોજન
Posted On:
26 JUN 2022 12:25PM by PIB Ahmedabad
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય 27મી જૂન થી 3જી જુલાઈ 2022 દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીનું આયોજન કરી રહ્યું છે. એક અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન દ્વારા 27 જૂન, 2022ના રોજ કોલેજ/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સત્તાવાર આંકડાઓ પર રાષ્ટ્રવ્યાપી ક્વિઝ સ્પર્ધા અન્વેષા 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓને સામેલ કરવાની ભાવના સાથે, આ કાર્યક્રમનો હેતુ યુવાઓમાં સત્તાવાર આંકડાઓ વિશે જાગૃતિ લાવવાનો અને ભારતીય સત્તાવાર આંકડાકીય પ્રણાલીના વિવિધ પાસાઓ વિશે જાગૃત કરવાનો છે.
આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ફિલ્ડ ઓપરેશન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણી દ્વારા કરવામાં આવશે. ક્વિઝ સ્પર્ધાનું આયોજન નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ. કે. ભાણાવતની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. ડેટા ગુણવત્તા ખાતરી વિભાગના ઉપ મહાનિદેશક શ્રી આર. એસ. જગતાપ, ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકની કચેરીના નિદેશક ડૉ. રાકેશ પંડ્યા, વડોદરાના રાષ્ટ્રીય આંકડાકીય કચેરી, પ્રાદેશિક કચેરીના સંયુક્ત નિદેશક શ્રી શક્તિ સિંહ, અમદાવાદના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ઉપ નિદેશક શ્રી જે. એસ. હોનરાવની સાથે અન્ય અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ક્વિઝ માસ્ટર શ્રી જલજ મહેશ્વરી અને શ્રી રિષભ બરોડાવાલા દ્વારા ક્વિઝનું સંચાલન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદની 40 કોલેજો/યુનિવર્સિટીના લગભગ 80 વિદ્યાર્થીઓની સાથે એમના ફેકલ્ટી સભ્ય પણ ભાગ લેશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સહભાગિતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને વિજેતા ટીમોને આકર્ષક ઈનામો આપવામાં આવશે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1837071)
Visitor Counter : 210