સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પ્રધાનમંત્રીશ્રી Wi-FI એકસેસ નેટવર્ક ઇન્ટરફેસનો અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી ડો. કિરીટ પી. સોલંકીના વરદ્દ હસ્તે શુભારંભ


ONGCના આર્થીક સહયોગથી વિવિધ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઓનલાઇન શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે મફત ઇન્ટરનેટ Wi-Fiની સુવિધા

250 લોકોની કનેકટીવીટી ધરાવતી, રોજ એક જીબી વપરાશ, ચોવીસ કલાક કાર્યરત PM–WANI (Broadband At Your Fingertips)

Posted On: 24 JUN 2022 6:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી Wi-FI એકસેસ નેટવર્ક ઇન્ટરફેસનો શુભારંભ અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ મહોદય શ્રી ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ અમદાવાદ પશ્ચિમના તેમના મત વિસ્તારમાં આવેલા ગોમતીપુર ખાતે શ્રી મુકેશભાઇ શ્રીમાળીના નિવાસ્થાન ૧૭૬૧-૨૪, જીવરામ ભટ્ટની ચાલી, પોપટીયા વાડ, ગોમતીપુર થી કરાવ્યો હતો. સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકીએ  જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી Wi-FI એકસેસ નેટવર્ક ઇન્ટરફેસ થકી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર ભારતવર્ષ ને સાચા અર્થમાં ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટેનો અથાગ પ્રયાસ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રી Wi-FI એકસેસ નેટવર્ક ઇન્ટરફેસની સુવિધાઓ થકી ખાસ કરીને વિધાર્થીઓને વિશેષ લાભ મળનાર છે ત્યારે આવનારા દિવસોમાં ભારતના યુવાનો દેશના વિકાસ મા ડીજીટલ કુશળતા થકી ભારતની આગવી ઓળખ વિશ્વ સમક્ષ ઉભી કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજના તબક્કે હું વિશેષ આભાર માનું છું કે આજે ગોમતીપુર જેવા ગરીબ અને શ્રમજીવી વિસ્તારમા વિનામૂલ્યે વાઈ ફાઈ સુવિધાઓ ઉપલબ્ધ થઈ  રહી છે જે એક ઐતિહાસિક બાબત છે.

 આજના આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગીરીશભાઈ પરમાર, દાણીલીમડા વિધાનસભાના સંગઠન પ્રભારી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ,અનુ.જાતિ મોરચા ભાજપ શહેરપ્રમુખ શ્રી ભદ્રેશભાઈ મકવાણા, દાણીલીમડા મહિલા અગ્રણી શ્રીમતિ ડીમ્પલ બેન પ્રિયદર્શી, દાણીલીમડા ના પૂર્વ કોર્પોરેટર શ્રી નરેશભાઈ વ્યાસ, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડીરેકટર શ્રી અરૂણકુમાર સાધુ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો, પ્રજાજનો સહિતનાની  ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1836794) Visitor Counter : 116