ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

એલઈડી લાઈટ વેચનાર વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Posted On: 24 JUN 2022 1:30PM by PIB Ahmedabad

 

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા સ્ટાન્ડર્ડ માર્ક વગરની એલઈડી લાઈટ વેચવાની માહિતીના આધાર પર તા. 22.06.2022ના રોજ આણંદમાં કાર્યરત મેસર્સ પ્રેરક ઈલેક્ટ્રોનિક્સ, એફ-1, 41-બી, શ્રી હરી એસ્ટેટ, જી.આઈ.ડી.સી. વી.યુ.નગર, આણંદ-388121 પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરની લગભગ 3873 સ્ટ્રીટ લાઈટ અને 745 ફ્લડ લાઈટ જપ્ત કરવામાં આવી.

આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા સૂચિત ફરજિયાત નોંધણી હેઠળ આવે છે, જે સુચવે છે કે ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિહ્ન મેળવ્યા વિના કોઈ પણ વ્યક્તિ ઉપરોક્ત ઉત્પાદનોનું ઉત્પાદન, વેચાણ અથવા સંગ્રહ કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોના માન્ય લાઈસેંસ વગર ઉત્પાદન કરનાર વિરૂધ્ધ ભારતીય માનક બ્યરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવશે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો બને છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈ.એસ.આઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે

SD/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836708) Visitor Counter : 172