રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ પર "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો

Posted On: 21 JUN 2022 5:07PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં આજે તારીખ 21.06.2022 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. ભારત સરકારના આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ મુજબ ન્યૂ રેલવે કોલોની સાબરમતી ખાતે સ્થિત કોમ્યુનિટી હોલમાં સવારે 06.30 કલાક થી 07.45 કલાક સુધી યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આપવામાં આવેલા સંદેશાનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું. તે પછી યોગ ગૂરૂ શ્રી જી.એન.કપૂરના માર્ગદર્શનમાં રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ કોમન યોગા પ્રોટોકોલ હેઠળ આસન, પ્રાણાયામ તથા ધ્યાનથી સંબંધિત વિવિધ અભ્યાસોની તાલીમ આપવામાં આવી.

આ અવસરે મંડળ રેલવે મેનેજર શ્રી તરૂણ કુમાર જૈને જણાવ્યું કે, "યોગને ના તો માત્ર રેલવે કર્મચારીઓએ પોતાના રોજીંદા જીવનમાં અપનાવવો જોઈએ, પરંતુ પોતાના પરિવારજનોને પર આ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તમામ લોકો શારીરીક અને માનસિક રૂપે સ્વસ્થ રહી શકે."

યોગ અભ્યાસના આ કાર્યક્રમમાં મંડળના તમામ રેલવે અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હર્ષદ કુમાર વાણિયાના માર્ગદર્શનમાં વેલફેર નિરિક્ષણ ટીમ દ્વારા કરવામાં આવ્યું.

SD/GP/JD



(Release ID: 1835953) Visitor Counter : 141