રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
Posted On:
21 JUN 2022 4:21PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ (WRWWO) એ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને દરેક સંભવ મદદ આપવામાં આગળ પડતો ભાગ ભજવ્યો છે અને તેમના દ્વારા ડિવિઝન પર વિવિધ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ ક્રમમાં પર્યાવરણ દિવસના ઉપક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદની અધ્યક્ષા શ્રીમતી ગીતિકા જૈનના માર્ગદર્શનમાં સંગઠન દ્વારા સંચાલિત સુર સંગમ મ્યૂઝિક સેન્ટર ન્યૂ રેલવે કોલોની સાબરમતીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન મુખ્ય મહેમાનના રૂપે ઉપસ્થિત રહ્યા તથા તમામ શાખા અધિકારીગણ અને મહિલા સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન 50 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ સુર સંગમ મ્યૂઝિક સેન્ટર દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સેન્ટરના બાળકો દ્વારા ખૂબ જ સરસ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1835926)
Visitor Counter : 152