સંરક્ષણ મંત્રાલય

સરકાર અગ્નિવીરો માટે અનેક સહાયક પગલાં જાહેર કરે છે


સંરક્ષણ મંત્રાલય અગ્નિવીરો માટે કોસ્ટ ગાર્ડ અને સંરક્ષણ પીએસયુમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખે છે

પ્રથમ વર્ષ માટે અગ્નિવીરોની ભરતી માટે 2 વર્ષની વય છૂટછાટ

ગૃહ મંત્રાલય CAPFs અને આસામ રાઈફલ્સમાં અગ્નિવીરોની ભરતી માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખશે

રાજ્ય સરકારો રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવાની જાહેરાત કરે છે

CAPFs અને આસામ રાઇફલ્સમાં ભરતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય નિર્ધારિત ઉપલી વય મર્યાદાથી વધુ ત્રણ વર્ષની વય છૂટ આપશે

ભારતીય નૌકાદળના અગ્નિવીરો માટે મર્ચન્ટ નેવીમાં રોજગારની તકો, ઇન્ડક્શન માટે છ સેવા માર્ગોની જાહેરાત

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ 10મું પાસ અગ્નિવીર માટે કસ્ટમાઇઝ્ડ કોર્સ શરૂ કરશે અને તેમને 12મું પાસ પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરશે

શિક્ષણ મંત્રાલય અગ્નિવીરો દ્વારા પ્રાપ્ત સેવામાંની તાલીમને ગ્રેજ્યુએશન માટે ક્રેડિટ તરીકે માન્ય રાખશે

અગ્નિવીરોને નાગરિક કારકિર્દી બનાવવા માટે સક્ષમ બનાવવા IGNOU દ્વારા કસ્ટમાઇઝ્ડ ડિગ્રી કોર્સ

અગ્નિવીરોને ઉદ્યોગસાહસિકતા અને નાગરિક નોકરીઓમાં તકો મેળવવામાં મદદ કરવા માટે સેવામાં હોય ત્યારે તેમને સ્કિલ ઈન્ડિ

Posted On: 18 JUN 2022 9:57PM by PIB Ahmedabad

ભારત સરકારે સશસ્ત્ર દળોમાં અગ્નિપથ ભરતી યોજનાને લગતી આશંકાઓને દૂર કરવા અને અગ્નિવીરોને સમર્થન સુનિશ્ચિત કરવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ફાયદાકારક અને સહાયક પગલાં જાહેર કર્યાં છે. ભારત સરકારનું ગૃહ મંત્રાલય અને કેટલીક રાજ્ય સરકારોએ જાહેરાત કરી છે કે અગ્નિવીરોને, 4 વર્ષ સુધી સશસ્ત્ર દળોમાં સેવા આપ્યા પછી, પોલીસ દળોમાં ખાલી જગ્યાઓ ભરવામાં પ્રાધાન્ય આપવામાં આવશે.

અગ્નિવીરોની ક્ષમતાઓને વધારવા અને તેમના માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરવા માટે અન્ય કેટલાક વિભાગોએ પણ અગ્નિપથ યોજનાને સમર્થન જાહેર કર્યું છે. ઉપરાંત, તેમનાં કૌશલ્યમાં વધારો કરીને, અગ્નિવીર એક સારી રીતે પ્રશિક્ષિત અને ઉચ્ચ શિસ્તબદ્ધ યુવા દળ બનશે જેનો રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગ કરી શકાય છે અને તે સમાજ માટે એક સંપત્તિ હશે.

કોસ્ટ ગાર્ડ અને સંરક્ષણ પીએસયુની જગાઓમાં

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે અગ્નિવીરો માટે સંરક્ષણ મંત્રાલયમાં નોકરીની 10% જગ્યાઓ અનામત રાખવાની મંજૂરી આપી છે. 10%  અનામત ભારતીય કોસ્ટ ગાર્ડ અને સંરક્ષણ જગાઓ અને તમામ 16 સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (HAL, BEL, BEML, BDL, GRSE, GSL, HSL, MDL, Midhani, AVNL, AWEIL, MIL, YIL, GIL, IOL, TCL)માં અમલી કરવામાં આવશે. આ જોગવાઈઓનો અમલ કરવા માટે નિયમોમાં જરૂરી સુધારા હાથ ધરવામાં આવશે. સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને તેમના ભરતી નિયમોમાં સમાન સુધારા કરવાની સલાહ આપવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ પર અગ્નિવીરોની ભરતી સક્ષમ કરવા માટે જરૂરી વય છૂટછાટની જોગવાઈ પણ કરવામાં આવશે.

પ્રથમ વર્ષની ભરતી માટે ઉંમરમાં છૂટછાટ

સરકારે જાહેરાત કરી છે કે તેણે 2022ના ભરતી ચક્ર માટે અગ્નિવીરોની ભરતી માટેની ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં બે વર્ષથી ભરતી શક્ય ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક નિવેદનમાં, સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે લશ્કરી બાબતોનો વિભાગ, સંરક્ષણ મંત્રાલય અને સેવાઓ વહેલી તકે ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે.

CAPFsમાં ભરતી

ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને આસામ રાઈફલ્સમાં અગ્નિવીર માટે ભરતી માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે વધુમાં જાહેરાત કરી છે કે તે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે નિર્ધારિત ઉપલી વય મર્યાદા કરતાં અગ્નિવીરોને ત્રણ વર્ષની વય છૂટછાટ આપશે. અગ્નિવીરોના પ્રથમ બેચ માટે, વયમાં છૂટછાટ 5 વર્ષની રહેશે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે ​​શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં જાહેરાત કરી છે.

મર્ચન્ટ નેવીમાં ભરતી

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગે ભારતીય નૌકાદળ સાથે મળીને અગ્નિવીરોને મર્ચન્ટ નેવીમાં સરળ રીતે સામેલ કરવા માટેની સિસ્ટમની જાહેરાત કરી છે.

આ હેઠળ, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે (MoPSWએ)  અગ્નિવીરોને ભારતીય નૌકાદળમાં તેમના કાર્યકાળ પછી, મર્ચન્ટ નેવીની વિવિધ ભૂમિકાઓમાં અગ્નિવીરોની સરળ સંક્રાંતિ માટે છ આકર્ષક સેવા માર્ગોની જાહેરાત કરી. આનાથી અગ્નિવીરોને સમગ્ર વિશ્વમાં લાભદાયી મર્ચન્ટ નેવીમાં જોડાવા માટે સમૃદ્ધ નૌકાદળ અનુભવ અને વ્યાવસાયિક પ્રમાણપત્ર સાથે જરૂરી તાલીમ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. આ જોગવાઈઓ આજે મુંબઈમાં બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયની સંસ્થા ડિરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

અગ્નિવીર માટેનાં આ પગલાંમાં ભારતીય નૌકાદળમાં રેટિંગ્સમાંથી મર્ચન્ટ નેવીમાં પ્રમાણિત રેટિંગ્સમાં સંક્રાંતિ, ભારતીય નૌકાદળમાં ઇલેક્ટ્રિકલ રેટિંગ્સમાંથી મર્ચન્ટ નેવીમાં પ્રમાણિત ઇલેક્ટ્રો ટેકનિકલ રેટિંગમાં સંક્રાંતિ, ભારતીય નૌકાદળમાં રેટિંગ્સમાંથી મર્ચન્ટમાં પ્રમાણિત વર્ગ IV-NCV CoC ધારકમાં સંક્રાંતિ, ભારતીય નૌકાદળમાં ઇલેક્ટ્રિકલ રેટિંગ્સમાંથી મર્ચન્ટ નેવીમાં સર્ટિફાઇડ ઇલેક્ટ્રો ટેકનિકલ ઓફિસર્સ અને ભારતીય નૌકા દળમાં કૂકમાંથી સર્ટિફાઇડ કૂક મર્ચન્ટ નેવીમાં સંક્રાંતિનો સમાવેશ થાય છે. જહાજ, બંદરો અને જળમાર્ગ મંત્રાલય ભારતીય નૌકાદળ દ્વારા ઉપરોક્ત કોઈપણ પગલાંમાં અન્વેષણ કરવા માગતા અગ્નિવીરો માટે INDOS અને CDC જારી કરશે. મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ઇલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રિકલ સ્ટ્રીમમાં ITI ટ્રેડ સર્ટિફિકેટ ધરાવતા અગ્નિવીરો માટે કેટલાક ઉપાયો ઘડવામાં આવ્યા છે - કાં તો આ લાયકાતો સાથે જોડાવું અથવા ભારતીય નૌકાદળ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન આ પ્રાપ્ત કરવું.

 

NIOS 10મું પાસ અગ્નિવીરોને 12મું પાસ પ્રમાણપત્રની સુવિધા આપશે

શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે તેની સ્વાયત્ત સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ દ્વારા જાહેરાત કરી છે કે તે અગ્નિવીર જેઓ 10મું ધોરણ પાસ છે તેઓ તેમનાં શિક્ષણને આગળ ધપાવી શકે અને 12મું પાસ કરી એનું પ્રમાણપત્ર મેળવી શકે તે માટે સંરક્ષણ સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને, માત્ર વર્તમાન જ નથી પરંતુ તેમની સેવાનાં ક્ષેત્ર માટે ખૂબ જ સુસંગત છે એવા કસ્ટમાઈઝ્ડ અભ્યાસક્રમો વિકસાવીને એક વિશેષ કાર્યક્રમ ઘડી કાઢશે. આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં રોજગાર અને ઉચ્ચ શિક્ષણ બંને હેતુઓ માટે માન્ય છે. આનાથી અગ્નિવીરોને પર્યાપ્ત શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે લાભ થશે જેથી તેઓ જીવનમાં પછીથી સમાજમાં ઉત્પાદક ભૂમિકા ભજવી શકે. NIOS નો આ વિશેષ કાર્યક્રમ નોંધણી, અભ્યાસક્રમોનો વિકાસ, વિદ્યાર્થી સહાય, સ્વ-શિક્ષણ સામગ્રીની જોગવાઈ, અભ્યાસ કેન્દ્રોની માન્યતા-એક્રેડિટેશન, વ્યક્તિગત સંપર્ક કાર્યક્રમ, મૂલ્યાંકન અને પ્રમાણપત્રની સુવિધા આપશે. NIOSની ઓપન સ્કૂલિંગ સિસ્ટમ જે અત્યંત વપરાશકર્તા મૈત્રીપૂર્ણ છે અને ગમે ત્યાંથી બધા માટે સુલભ છે, ગમે ત્યારે અગ્નિપથ યોજના હેઠળ તમામ અગ્નિવીરો માટે તેના દરવાજા ખોલે છે.

શિક્ષણ મંત્રાલય દ્વારા ડિગ્રી પ્રોગ્રામ

અગ્નિવીરોની ભાવિ કારકિર્દીની સંભાવનાઓને વધારવા અને નાગરિક ક્ષેત્રમાં વિવિધ નોકરીની ભૂમિકાઓ માટે તેમને સજ્જ કરવા માટે, શિક્ષણ મંત્રાલયે સેવારત સંરક્ષણ કર્મચારીઓ માટે એક વિશેષ, ત્રણ વર્ષનો કૌશલ્ય આધારિત બેચલર ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જે સંરક્ષણ સંસ્થાઓમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમને મળેલ તાલીમ કૌશલ્યને ઓળખશે.

IGNOU દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા અને તેના દ્વારા જ ચલાવવામાં આવનાર આ પ્રોગ્રામ હેઠળ, ગ્રેજ્યુએટ ડિગ્રી માટે જરૂરી 50% ક્રેડિટ અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલ્ય તાલીમ - તકનીકી અને બિન-તકનીકી બંનેમાંથી આવશે, અને બાકીના 50% ભાષા, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, જાહેર વહીવટ, સમાજશાસ્ત્ર, ગણિત, શિક્ષણ, વાણિજ્ય, પર્યટન, વ્યાવસાયિક અભ્યાસ, કૃષિ અને જ્યોતિષ તેમજ પર્યાવરણ પરના ક્ષમતા વૃદ્ધિ અભ્યાસક્રમો. અંગ્રેજીમાં સંચાર કૌશલ્ય જેવા વિવિધ વિષયોને આવરી લેતા અભ્યાસક્રમોના બાસ્કૅટમાંથી આવે છે.

આ પ્રોગ્રામ UGCનાં ધોરણો અને નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક / નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ફરજિયાત સુસંગત છે. તેમાં બહુવિધ એક્ઝિટ પોઈન્ટ્સની પણ જોગવાઈ છે - પ્રથમ વર્ષના અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર અંડરગ્રેજ્યુએટ પ્રમાણપત્ર, પ્રથમ અને બીજા વર્ષના અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર અંડરગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ત્રણ વર્ષની સમયમર્યાદામાં તમામ અભ્યાસક્રમો પૂર્ણ કરવા પર ડિગ્રી.

પ્રોગ્રામના માળખાને સંબંધિત નિયમનકારી સંસ્થાઓ - ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NCVET) અને UGC દ્વારા યોગ્ય રીતે માન્યતા આપવામાં આવી છે. IGNOU દ્વારા UGC નામકરણ-પરિભાષા પદ્ધતિ (BA; B. Com.; BA (વોકેશનલ); BA (ટૂરિઝમ મેનેજમેન્ટ) મુજબ ડિગ્રી એનાયત કરવામાં આવશે, અને તે રોજગાર અને શિક્ષણ માટે ભારત અને વિદેશમાં માન્યતા પ્રાપ્ત હશે.

ઉદ્યોગસાહસિકતા અને નોકરીઓ માટે કૌશલ્ય વિકાસ

સ્કિલ ઈન્ડિયા અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE) સશસ્ત્ર દળોની વિવિધ પાંખો સાથે મળીને વિદ્યાર્થીઓને નાગરિક નોકરીઓ માટે વધુ યોગ્ય બનાવવા માટે વધારાની કૌશલ્યોની તાલીમ આપવા માટે કામ કરશે. સેવામાં હોય ત્યારે અગ્નિવીરોને સ્કીલ ઈન્ડિયા પ્રમાણપત્ર મળશે, જે તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી તેમને ઉદ્યોગસાહસિકતા અને નોકરીની ભૂમિકાઓમાં, આપણાં અર્થતંત્રમાં સર્જાઈ રહી છે એવી ઘણી વૈવિધ્યસભર તકોને અનુસરવા સક્ષમ બનાવશે.

સ્કિલ ઈન્ડિયાના તમામ સંગઠનો - ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેનિંગ (DGT), નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), વિવિધ સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ, ઉદ્યોગસાહસિક સંસ્થાઓ NIESBUD અને IIE, તેમજ કૌશલ્ય નિયમનકાર NCVET, આ કવાયત સાથે જોડાશે જેથી અગ્નિવીરો સેવામાં હોય ત્યારે તેમની નોકરીની ભૂમિકાઓ સંબંધિત આવશ્યક કૌશલ્ય પ્રમાણપત્રો મેળવી શકે એ સુનિશ્ચિત થઈ શકે. નોકરી પર શીખેલી કેટલીક કુશળતા NSQF અભ્યાસક્રમ સાથે સીધી સમકક્ષ હોઈ શકે છે. કેટલાક માટે, વધારાના ઓનલાઈન અથવા ઓફલાઈન, થિયરી અથવા હેન્ડ-ઓન ​​કૌશલ્યો સાથે તેમના કામ પરના અનુભવને પૂરક બનાવવાની જરૂર પડી શકે છે. આ વિગતો, તેમજ સશસ્ત્ર દળોના પ્રશિક્ષકો માટે કોઈપણ તાલીમ, અને તાલીમ મૂલ્યાંકનકર્તાઓ, મુખ્યત્વે દળો તરફથી, મૂલ્યાંકન અને પ્રમાણિત કરવા માટે - આ તમામ પાસાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. બહાર નીકળવાના સમયે, સમગ્ર કૌશલ્ય ઇકોસિસ્ટમ આ યુવા અગ્નિવીરો માટે ખુલ્લી રહેશે જેઓ તેમના માટે ઉપલબ્ધ અનેક અપસ્કિલિંગ/મલ્ટી-કૌશલ્ય તાલીમ અને સાહસિકતા અભ્યાસક્રમોથી લાભ મેળવશે.

અગ્નિવીરો માટે ધિરાણ સુવિધાઓ

બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ અગ્નિવીરોને તેમની ફરજનો કાર્યકાળ પૂર્ણ કરવા પર કેવી રીતે મદદ કરી શકે તે માર્ગો ઓળખવા માટે, નાણાકીય સેવાઓ વિભાગ (DFS)ના સચિવે જાહેર ક્ષેત્રની બૅન્કો (PSBs), જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ (PSICs) અને નાણાંકીય સંસ્થાઓ (FIs)ના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે PSBs, PSICs અને FIs અગ્નિવીર માટે તેમની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્યોના આધારે યોગ્ય લાભો/છૂટછાટો વગેરે દ્વારા યોગ્ય ક્ષમતાઓમાં રોજગારની તકો શોધશે.

એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે બૅન્કો કૌશલ્ય અપગ્રેડેશન, વ્યવસાયો સ્થાપવા માટે શિક્ષણ અને સ્વ-રોજગાર શરૂ કરવા માટે યોગ્ય ધિરાણ સુવિધાઓ દ્વારા અગ્નિવીરોને ટેકો આપવાની શક્યતાઓ શોધશે. હાલની સરકારી યોજનાઓ જેમ કે મુદ્રા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા વગેરેનો લાભ અગ્નિવીરોને આવો ટેકો આપવા માટે લેવામાં આવશે.

રાજ્ય પોલીસ દળોમાં પસંદગીયુક્ત  

ઘણી રાજ્ય સરકારોએ જાહેરાત કરી છે કે અગ્નિવીરોને, 4 વર્ષ સુધી સશસ્ત્ર દળોમાં સેવા આપ્યા પછી, રાજ્ય પોલીસ દળોમાં ખાલી જગ્યાઓ ભરવામાં પ્રાધાન્ય આપવામાં આવશે. રાજ્યના પોલીસ દળોને સશસ્ત્ર દળો દ્વારા અગ્નિવીરોને અપાતી તાલીમ અને શિસ્તથી ઘણો ફાયદો થશે અને બળવા, નક્સલવાદ અને કુદરતી આફતોનો સામનો કરવામાં તેમની ક્ષમતાઓમાં ભારે વધારો થશે.

કોર્પોરેટ ક્ષેત્ર અગ્નિવીરોની તાલીમ અને કૌશલ્યોનો ઉપયોગ કરશે

ઘણા કોર્પોરેટ ગૃહો અને ઉદ્યોગ સંસ્થાઓએ સશસ્ત્ર દળો માટે નવી અને પરિવર્તનકારી ભરતી પ્રક્રિયાને આવકારી છે. તેઓએ કહ્યું કે, સારી રીતે પ્રશિક્ષિત, શિસ્તબદ્ધ અને ટેકનોલોજીની  રીતે જાણકાર યુવાનો જેઓ સશસ્ત્ર દળોમાં તેમની સેવા પૂરી કરે છે તેઓ તેમની સંસ્થાઓ માટે મૂલ્યવાન સંપત્તિ હશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835169) Visitor Counter : 172