સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’ અભિયાનનો શુભારંભ

Posted On: 16 JUN 2022 7:11PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યું હતું. અભિયાનના પહેલા દિવસે ગુજરાત ટપાલ વિભાગ દ્વારા ગુજરાત અને સંઘ પ્રદેશમાં એક દિવસમાં 38000 સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા હતા.આ પ્રસંગ ના સાક્ષી કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ બન્યા હતા. ભારતીય ટપાલ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીના સર્કિટ હાઉસમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાથે દમણ - દીવના સાંસદ લાલુભાઈ પટેલ, ગુજરાત પોસ્ટ વિભાગના વરિષ્ઠ અધિકારી  જીતેન્દ્ર ગુપ્તા, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ પ્રીતિ અગ્રવાલ પણ હાજર હતા. 

કાર્યક્રમમાં શ્રી દેવુભાઈ  ચૌહાણે જણાવ્યું કે પૂર્વે સમાજમાં દીકરીના જન્મ વખતે જે ભાવ હતો તે ભાવ આજે સમગ્ર ભારત વર્ષમાં બદલાઈ ગયો છે. જેનો શ્રેય તેમણે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિને આપ્યો હતો. 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજનાનો આરંભ કરાયું હતું. સુકન્યા સમૃધ્ધિ યોજનામાં 38000 ખાતા ખોલી શકાય તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર આખા દેશમાં 10 લાખ સુકન્યા સમૃદ્ધિનો લાભ મળી શકશે. 

મંત્રી શ્રીએ દાદરા નગર હવેલીના 72 ગ્રામોને સંપૂર્ણ સુકન્યા ગ્રામમાં આવરી લેવા ટપાલ વિભાગને સુચના આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે એક દિવસ માં સુકન્યા. દમણ - દીવ ના સાંસદ લાલુભાઈ પટેલે પણ સુકન્યા સમૃધ્ધિ યોજના 150 પરિવારોની દીકરીઓના ખાતા એમના તરફથી ખોલવા જણાવ્યું હતું. જે દીકરીઓને સુકન્યા સમૃધ્ધિમાં ખાતા ખોલવામાં આવ્યા હતા અને મંત્રી શ્રી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સારું કામ કરનાર ટપાલ વિભાગના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રામીણ ડાક જીવન યોજનાના લાભાર્થીઓને ચેક આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ગુજરાત ટપાલ વિભાગના 26 ડિવિઝન અને 3 સર્કલ ઓનલાઈન જોડાયા હતા.

SD/GP/JD



(Release ID: 1834604) Visitor Counter : 312