આયુષ

આયુષ પરના સર્વેની સાથે 'વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેક્ષણ' પર એક નવો સર્વે કરશે

Posted On: 16 JUN 2022 11:41AM by PIB Ahmedabad

ભારત સરકાર જુલાઈ 2022થી એક વર્ષ એટલે કે જૂન 2023 સુધી આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા/અમચી અને હોમિયોપેથી (આયુષ) પરના સર્વેની સાથે 'વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેક્ષણ (CAMS)' પર એક નવો સર્વે કરશે. તેના માટેનું ક્ષેત્રીય કાર્ય રાષ્ટ્રીય આંકડાકીય કચેરીના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સર્વેક્ષણ હાથ ધરનારા ક્ષેત્રીય અધિકારીઓ માટે પ્રાદેશિક તાલીમ પરિષદનું ઉદ્ઘાટન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ (NIOH)માં ગુજરાત (પશ્ચિમ ક્ષેત્ર) આંકડાકીય કચેરીના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ.કે. ભાણાવત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના ઉદઘાટન સંબોધનમાં શ્રી ભાણાવતે જણાવ્યું હતું કે પ્રથમ વખત આયુષ પર અખિલ ભારતીય સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. સર્વે દ્વારા આયુષ સિસ્ટમથી વાકેફ વસતીની ટકાવારી, છેલ્લા 365 દિવસ દરમિયાન આયુષની સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયેલી વસતીની ટકાવારી, હોસ્પિટલમાં દાખલ થવા પર સારવાર લેવા માટે ઉપયોગમાં લેવાતી આયુષની સિસ્ટમ, આયુષની દવાઓ પર થયેલો ખર્ચ જેવા વ્યાપક સૂચકાંકોના વિકાસ માટે માહિતી એકત્રિત કરવામાં આવશે. છેલ્લા 365 દિવસો દરમિયાન બહારના દર્દી તરીકે, પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ કેર વગેરે માટે આયુષ દવાઓનો ઉપયોગ. આયુષ ઉપરાંત, સંખ્યાબંધ સૂચકાંકોના સંકલન માટે આંકડાના સંગ્રહ માટે વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેક્ષણ (CAMS) દ્વારા સંખ્યાબંધ સતત વિકાસ લક્ષ્યાંકો (SDG)પણ એકસાથે હાથ ધરવામાં આવશે. વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વે (CAMS)કેટલાક SDG સૂચકાંકો અને વૈશ્વિક સૂચકાંકોના પેટા-સૂચકો પ્રાપ્ત કરવાના હેતુ માટે જરૂરી માહિતી એકત્રિત કરશે જેમાં સુરક્ષિત રીતે સંચાલિત પીવાના પાણીની સેવાઓનો ઉપયોગ કરતી વસતીનું પ્રમાણ, સલામત રીતે સંચાલિત સ્વચ્છતા સેવાઓ, મોબાઈલ ફોન ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ, ઔપચારિક નાણાકીય સંસ્થામાં ખાતું ધરાવતી મહિલાઓનું પ્રમાણ, 15 થી 24 વર્ષની વયના યુવાનો કે જેઓ શિક્ષણ, રોજગાર અથવા તાલીમમાં નથી એવા યુવાનોનું પ્રમાણ વગેરે. મુખ્યાલય દિલ્હીના ઉપ મહાનિદેશક શ્રીમતી કાંચના વી. ઘોષ પણ હાજર હતા. તેઓએ તેમના સંબોધનમાં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ(NSS)ના આંકડાનું મહત્વ અને તેની સમયસૂચકતા પર પ્રકાશ પાડ્યો. ડૉ. સ્નેહા હોનરાવ, એમડી (આયુર્વેદ) આયુષની વિવિધ સિસ્ટમ વિશે ટૂંકમાં સમજાવ્યું. ડેટા ગુણવત્તા ખાતરી વિભાગના ઉપ મહાનિદેશક શ્રી રાહુલ જગતાપ,ગુજરાતના અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકની કચેરીના નિદેશક શ્રી રાકેશ પંડ્યા અને અમદાવાદના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગના ઉપ નિદેશક શ્રી જે. એસ. હોનરાવએ પણ ભાવનગર, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સ્થિત રાષ્ટ્રીય આંકડાકીય કચેરી(NSO)ની ઉપપ્રાદેશિક કચેરીઓમાંથી લગભગ 100 સહભાગીઓ સાથે ભાગ લીધો હતો.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1834451) Visitor Counter : 148