રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ પર "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"નો શુભારંભ

Posted On: 15 JUN 2022 7:32PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ની તરફ વધતાં પગલાંને અનુલક્ષીને આજે તારીખ 15 જૂન 2022થી ડિવિઝનના ન્યુ રેલવે કોલોની સાબરમતી, કોમ્યુનિટી હોલ ખાતે શુભારંભ થયો. જેમાં 150થી વધુ રેલવે કર્મચારીઓ દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન યોગ ગુરૂ દ્વારા યોગના વિવિધ યોગાસનોનું નિર્દેશન કરવામાં આવ્યું અને વર્તમાન સમયની દોડભાગ ટેન્શનપૂર્ણ જિંદગીમાં યોગ ના ઉપયોગ અને મહત્ત્વ સમજાવવામાં આવ્યા હતા.

મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદ એ માહિતી આપતાં જણાવ્યું કે યોગ અમારા ફિટનેસના ગુરૂ છે તેમજ આપણા શરીર અને મસ્તકમાં સમાયોજન સ્થાપિત કરે છે. આપણે પ્રત્યેક દિવસે યોગાભ્યાસ કરવો જોઈએ, જેનાથી આપણું મન શાંત થાય છે અને એ આજની વ્યસ્ત જીવન શૈલીમાં ઘણું આવશ્યક છે. યોગને નિયમીતરૂપે આપણા જીવનમાં અપનાવીને આપણા શરીરને ફીટ અને સ્વસ્થ જીવન જીવન શકાય છે.

સહાયક કાર્મિક અધિકારી શ્રી વૈભવ ગુપ્તા અને વેલફેર ટીમ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

SD/GP/JD



(Release ID: 1834362) Visitor Counter : 147