રેલવે મંત્રાલય

સાબરમતી અને ભિવાની વચ્ચે અનરિઝર્વ્ડ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

Posted On: 14 JUN 2022 10:40PM by PIB Ahmedabad

રેલવે ભરતી બોર્ડ દ્વારા આયોજિત નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) બીજા તબક્કાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા સાબરમતી અને ભિવાની વચ્ચે અનરિઝર્વ્ડ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનની એક-એક ટ્રિપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જાણકારી નીચે મુજબ છે :

ટ્રેન નંબર 0 4707/04708  ભિવાની-સાબરમતી-ભિવાની પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (અનરીઝર્વ્ડ)

ટ્રેન નંબર 04707 ભિવાની-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા. 15 જૂન 2022 બુધવારના રોજ ભિવાનીથી સવારે 04:30 વાગ્યે રવાના થશે અને એ જ દિવસે રાત્રિના 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 04708 સાબરમતી-ભિવાની પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા. 16 જૂન 2022 ગુરુવારના રોજ સાબરમતીથી સાંજે 19:45 વાગ્યે રવાના થઇને બીજા દિવસે બપોરે 13:00 વાગ્યે ભિવાની પહોંચશે. રસ્તામાં બંને દિશાઓની આ ટ્રેનો રેવાડી, અલવર, બાંદીકુઇ, દૌસા, ગાંધીનગર (જયપુર), જયપુર, ફુલેરા, કિશનગઢ, મદાર જંક્શન, અજમેર, બ્યાવર, મારવાડ જંક્શન, ફાલના, આબૂ રોડ, પાલનપુર અને મહેસાણા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનોમાં તમામ કોચ અનરીઝર્વ્ડ રહેશે.

ટ્રેનોનો ઉપડવાનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી મેળવી શકાશે.

પેસેન્જરોને વિનંતી છે કે કોવિડ-19 સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. પ્રવાસ દરમિયાન માસ્ક પહેરવાનું રાખે.

SD/GP/JD



(Release ID: 1834065) Visitor Counter : 124