ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં શહેરી વિકાસ સત્તામંડળ અને મહાનગરપાલિકાના રૂ. 274 કરોડના ખર્ચના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

Posted On: 12 JUN 2022 11:48PM by PIB Ahmedabad

શ્રી અમિત શાહે આજે ગુજરાતના સાણંદમાં શેલા તળાવના પુનરુદ્ધાર કાર્યનો શિલાન્યાસ પણ કર્યો

શ્રી નરેન્દ્ર મોદીજીએ દસ-બાર વર્ષમાં દૂરંદેશી બતાવીને જળસંકટને દૂર કરવાનું કામ કર્યું છે

શ્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના અમૃત પર્વ દરમિયાન દેશના દરેક જિલ્લામાં 75 અમૃત તળાવ બનાવવાનું શરૂ કર્યું છે અને તેના દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવશે જેથી અનેક પેઢીઓ સુધી સમગ્ર ગુજરાતની તરસ છીપાશે

અહીં વધારાનાં પાણીનો સંચય થશે અને લેન્ડ ઝોન, પબ્લિક પાર્ક ઝોનમાં ઘણી નવી સુવિધાઓ હશે, વૃક્ષો વાવવામાં આવશે, ઇનફ્લો અને આઉટફ્લોની ડિઝાઇનમાં સીટી સ્ટોર્મ વોટર મેનેજમેન્ટને પણ એકીકૃત કરીને, સમગ્ર વિસ્તારમાં પૂર નિયંત્રણ ઉપકરણ પણ સ્થાપિત કરવામાં આવશે અને ઓવરફ્લો પોઈન્ટ પર ભૂગર્ભ જળ, વોટર રિચાર્જની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે અને તેમાં ઘણા ઉદ્યોગો અને કોર્પોરેટસ મદદ કરી રહ્યા છે

અમદાવાદ અને સાણંદની વાત કરીએ તો અહીં 4094 સગર્ભા મહિલાઓને દર 15 દિવસે પૌષ્ટિક લાડુ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેથી આ મહિલાઓને પોષણની સાથે સાથે જન્મનાર બાળક પણ સ્વસ્થ રહેશે

આ યોજનાથી માતાઓમાં હિમોગ્લોબિનની ઉણપના કેસોમાં 54 ટકા અને બાળકોમાં ઓછા વજનના કેસોમાં 57 ટકાનો ઘટાડો થયો છે

સાણંદમાં આયુષ્માનથી લઈને, વિધવા સહાયક યોજના અને વૃદ્ધા સહાયક યોજનાની સાથે બીજી ઘણી વધુ યોજનાઓ માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સર્વેક્ષણ કરાયું છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર સાણંદ વિસ્તારમાં જ 75000 લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ આપવાનું કામ કર્યું છે

સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં 54536 લોકોને આયુષ્માન ભારત યોજના કાર્ડ આપવામાં આવ્યા છે અને PMKY યોજના હેઠળ 145 સરકારી હૉસ્પિટલો અને 110 ખાનગી હૉસ્પિટલો જોડાયેલ છે

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જે રીતે સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓ સુધારવાની શરૂઆત કરી અને ગુજરાતના મુખ્યમંત્રીએ તેમની તમામ યોજનાઓને પાયાના સ્તર સુધી પહોંચાડી છે તેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ

ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકે ઘણાં વર્ષો સુધી રહ્યા એ દરમિયાન, એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી કે સરકાર પોતે જ ગુજરાતના નાગરિકોના કામ પૂર્ણ કરતી હતી અને આ જ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે

અગાઉની સરકારોનાં શાસન દરમિયાન આપણે જોયું હતું કે યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હતી

આઠ વર્ષમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દરેક ઘરમાં ગેસનો ચૂલો આપ્યો, શૌચાલય પહોંચાડ્યું, દરેક ગરીબના ઘરમાં બૅન્ક ખાતા લાવ્યા, વીજળી પહોંચાડી છે અને હવે દરેક ગરીબના ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે

છેલ્લાં આઠ વર્ષમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે

અગાઉની સરકારોનાં શાસનમાં ગરીબો સુધી કશું પણ પહોંચ્યું ન હતું, પરંતુ આજે મોદીજી આ તમામ યોજનાઓને દેશના કરોડો લોકો સુધી લઈ ગયા છે અને તેમણે આ નીતિની શરૂઆત ગુજરાતથી કરી

આ ગુજરાત મોડલ દેશભરમાં ચર્ચામાં રહ્યું અને તેનાં કારણે દેશની જનતાએ શ્રી નરેન્દ્ર મોદીજીને દેશનું શાસન સોંપ્યું

આજે મોદીજીએ સમગ્ર દેશની અંદર વિઝન, કામ કરવાની શક્તિ અને કેવી રીતે પરિવર્તન આવે છે તેનું આદર્શ ઉદાહરણ રજૂ કર્યું છે

આજે ગુડાના રૂ.81 કરોડના ચાર પ્રોજેક્ટ અને રૂ.193 કરોડના મહાનગરપાલિકાના 15 પ્રોજેક્ટ મળી કુલ રૂ.274 કરોડનાં કામો શરૂ થઈ રહ્યાં છે

71 કરોડના ખર્ચે ગુડા ભવનનું નિર્માણ, 38 કરોડના ખર્ચે મધ્યમ આવક જૂથ-1ના 240 લોકોને મકાનો આપવા અને 20 કરોડના ખર્ચે અડાલજને શુદ્ધ નર્મદાનું પાણી પૂરું પાડવાનું કામ થયું છે

13.52 કરોડના ખર્ચે ગટરનું નેટવર્ક બિછાવવું, 34 કરોડના ખર્ચે શુદ્ધ પાણી અને ટાંકીઓ પૂરી પાડવી, ઝુંડાલ ગ્રામ્ય કક્ષાના ભાગમાં રૂ. 12 કરોડના ખર્ચે પાણી પુરવઠાનું નેટવર્ક બિછાવવું, અમિયાપુર, ઝુંડાલ, સુઘડમાં 5.66 કરોડના ખર્ચે ગટર લાઈનો નાંખવાનું કામ થઈ રહ્યું છે

સુઘડ ગામતળમાં ગટર યોજના માટે 4 કરોડ, અમિયાપુર, ઝુંડાલ અને સુઘડમાં 6 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન, મોટી ગટર લાઈન નાખવા 21 કરોડ, 3 કરોડના ખર્ચે કોટેશ્વર ગ્રામ્ય કક્ષાની ગટર યોજના, પમ્પિંગ સ્ટેશનો માટે 13 કરોડ, 22 કરોડથી કોટેશ્વર, ભાટ, સુઘડમાં પાણી પહોંચાડવા અને  સમગ્ર ખોરજમાં 20 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશનનું નિર્માણકાર્ય, છેલ્લાં 3 વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના 7 વિધાનસભા મતવિસ્તારમાં આશરે 8,624 કરોડનાં કામો ગુજરાત સરકાર, કોર્પોરેશન અને જિલ્લા પંચાયત દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે

એક લોકસભા મતવિસ્તારમાં આશરે 8,624 કરોડનાં કામો, ઘાટલોડિયામાં 1984 કરોડનાં કામો, નારણપુરામાં 1300 કરોડનાં કામો, વેજલપુરમાં 561 કરોડનાં કામો, સાબરમતીમાં 634 કરોડનાં કામો, સાણંદમાં 788 કરોડનાં કામો, ગાંધીનગર ઉત્તરમાં અંદાજે 2857 કરોડનાં કામો થયાં છે

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જે પણ યોજનાઓ બનાવી છે તેને નીચે સુધી લઈ જવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે

કોરોનાના સમયગાળા દરમિયાન કીટનું વિતરણ હોય, માસ્કનું વિતરણ હોય, ઑક્સિજન પ્લાન્ટ લગાવવાનો હોય કે દરેક વ્યક્તિને રસી આપવાની હોય, નરેન્દ્ર મોદી સરકારે ગરીબ લોકોને બે વર્ષ માટે દરેક વ્યક્તિને પાંચ કિલો અનાજ વિના મૂલ્યે આપવાનું કામ કર્યું છે

શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં આખો દેશ આઝાદીના અમૃત મહોત્સવમાં દિવસે બમણી, રાતે ચાર ગણી પ્રગતિ કરી રહ્યો છે

સુરક્ષાની વાત હોય, અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની હોય, ઉદ્યોગો સ્થાપવાના હોય, નવી શિક્ષણ નીતિ લાવવાની હોય, શિક્ષણને નીચે સુધી પહોંચાડવાનું હોય, સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક યોજનાઓ સાથે માળખાકીય સુવિધાના કામો કરવા હોય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના સાણંદમાં શેલા તળાવના પુનરુદ્ધાર કાર્ય માટે શિલાન્યાસ કર્યો હતો.

 

આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે,આજે શેલા ગામમાં લગભગ સાડા પાંચ હેક્ટરના તળાવને પુનઃજીવિત કરવાનું કામ કરવામાં આવ્યું છે અને તેને લોકો માટે ઉપયોગી થાય તે માટે આ તળાવની કાળજી રાખીશું તો આ વિસ્તારને દાયકાઓ સુધી ફાયદો થશે. દસ-બાર વર્ષમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ દૂરંદેશી બતાવીને જળસંકટને દૂર કરવાનું કામ કર્યું છે. નર્મદાનું પાણી લાવવાનું હોય, લાખો ચેકડેમ બનાવવાના હોય, દસ હજાર નદીઓ કે તળાવોને નર્મદાનાં પાણીથી ભરવાનાં હોય, સૌની યોજના દ્વારા તરસ્યાં સૌરાષ્ટ્રને પાણી પહોંચાડવાનું હોય કે ભૂગર્ભ જળનાં સંરક્ષણ માટેનું સરકારી બજેટ આપવાનું હોય, મોદીજીએ દરેક માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને સમાજને જોડવાનું કામ પણ કર્યું છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ તમામ સરકારી, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગો, NGO વગેરેને જોડીને ગુજરાતને હરિત પ્રદેશ બનાવવાનું કામ કર્યું છે. આજે ગુજરાતના વિકાસ માટે જો કોઈ મોટી સંભાવના છે તો તે પાણી છે અને આટલું મોટું પરિવર્તન શ્રી નરેન્દ્ર મોદીજીએ દસ-બાર વર્ષમાં કર્યું છે.

 

 

શ્રી અમિત શાહે કહ્યું કે આઝાદીના અમૃત પર્વમાં આજે જે તળાવનું પુનઃનિર્માણ થવા જઈ રહ્યું છે, તે તળાવ કોઈએ તો બનાવ્યું જ હશે. પરંતુ તેની કાળજી લેવામાં આવી ન હતી. ગુજરાતનાં દરેક ગામડાંઓમાં તળાવો બનાવવામાં આવ્યાં પરંતુ આપણે ધ્યાન આપ્યું નહીં અને તેનાં કારણે તે તળાવો કાદવ અને કચરાથી ભરાઈ ગયાં. પરંતુ ગમે તેટલું પાણી આવે, તેનાથી સમસ્યાનો અંત આવશે નહીં કારણ કે વસ્તી વધતી જ રહેશે. હવે આ બધી વસ્તીને પાણી ક્યાંથી મળશે અને તેથી જ શ્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના અમૃત પર્વ દરમિયાન દેશના દરેક જિલ્લામાં 75 અમૃત તળાવ બનાવવાનું શરૂ કર્યું છે.

75 અમૃત તળાવ અને તેનાં દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવશે જેથી અનેક પેઢીઓ સુધી સમગ્ર ગુજરાતની તરસ છીપાવી શકાશે. તેમણે કહ્યું કે આપણે 75 નહીં પણ 80 તળાવ બનાવવાનાં છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, અહીં વધારાનું પાણી એકઠું થશે અને લેન્ડ ઝોન, પબ્લિક પાર્ક ઝોનમાં ઘણી નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે, વૃક્ષારોપણ કરવામાં આવશે, ઇનફ્લો અને આઉટફ્લોની ડીઝાઈનમાં સીટી સ્ટોર્મ વોટર મેનેજમેન્ટને એકીકૃત કરીને પૂર નિયંત્રણ ઉપકરણ પણ સમગ્ર વિસ્તારમાં લગાવવામાં આવશે અને ઓવરફ્લો પોઈન્ટ પર ભૂગર્ભ જળ રિચાર્જ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં યોગ્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની યોગ્ય કાળજી લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મિયાબાની પદ્ધતિથી વૃક્ષારોપણ કરીને નાનું સુંદર વન  શરૂ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેનાં કારણે આસપાસનું તાપમાન ઓછું રહેશે. ખેતરો માટે બાયોમાસ પ્રોસેસિંગ અને કલેક્શન ઝોન શરૂ થશે. અહીં લોકો માટે શેડવાળી બેસવાની વ્યવસ્થા અને પિકનિક સેન્ટર પણ બનાવાશે. રમતગમતની સગવડ રાખીને યુવાનો અને બાળકોનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે પણ અહીં એક વિસ્તાર હશે, કસરત અને યોગ માટે આઉટડોર જિમ્નેશિયમ બનાવવામાં આવશે. અહીં પૂરતી લાઇટિંગ હશે અને ખાવા-પીવાની પૂરતી વ્યવસ્થા કરીને આ તળાવનાં બ્યુટિફિકેશનને આગળ વધારવાની કામગીરી કરવામાં આવશે.

 

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સરકાર દ્વારા ઘણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે અને ઘણા ઉદ્યોગો અને કોર્પોરેટ આમાં મદદ કરી રહ્યા છે. તેવી જ રીતે અમદાવાદ અને સાણંદની વાત કરીએ તો અહીં 4094 સગર્ભા મહિલાઓને દર 15 દિવસે ખાવા માટે પૌષ્ટિક લાડુ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આનાથી આ મહિલાઓને પોષણ મળવાની સાથે જ જન્મ લેનાર બાળક પણ સ્વસ્થ રહેશે. આ માટે એક સર્વે પણ કરવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે માતાઓમાં હિમોગ્લોબિનની ઉણપના કેસમાં 54 ટકા અને બાળકોમાં જન્મ સમયે ઓછા વજનના કેસમાં 57 ટકાનો ઘટાડો થયો છે.

સાણંદમાં આયુષ્માનથી લઈને, વિધવા સહાયક યોજના અને વૃદ્ધ સહાયક યોજનાની સાથે સાથે બીજી ઘણી યોજનાઓ માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. પ્ર માત્ર સાણંદ વિસ્તારમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 75000 લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ આપવાનું કામ કર્યું છે. સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં 54536 લોકોને આયુષ્માન ભારત યોજના કાર્ડ આપવામાં આવ્યા છે. આ લાભાર્થીઓને સારવાર કરાવવા માટે એક પૈસો પણ ખર્ચવાની જરૂર નથી. PMKY યોજના હેઠળ, 145 સરકારી હૉસ્પિટલો અને 110 ખાનગી હૉસ્પિટલો જોડાયેલ છે. આપણા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. સાણંદ વિસ્તારમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી લોહીના તમામ ટેસ્ટ માટે મોબાઈલ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જે રીતે સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓ સુધારવાની શરૂઆત કરી અને ગુજરાતના મુખ્યમંત્રીએ તેમની તમામ યોજનાઓને પાયાના સ્તર સુધી પહોંચાડી છે તેનાં પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં ગરીબોને દર મહિને પાંચ કિલો અનાજ આપવાની યોજના નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને શ્રી ભૂપેન્દ્ર પટેલે તેનો અમલ કર્યો છે.

 

 

શ્રી અમિત શાહે કહ્યું કે, કલેક્ટર અને બીડીઓએ સાણંદ અને બાવળા તાલુકાને દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપવાની યોજના અને કુદરતી ખેતી માટે પણ દત્તક લીધા છે. લોકોમાં જાગૃતિ ફેલાવીને ખાતરના ઉપયોગ વિના ખેતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અગાઉ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં શહેરી વિકાસ સત્તામંડળ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 274 કરોડના ખર્ચના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો અને લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં વર્ષો સુધી શ્રી નરેન્દ્ર મોદીજીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી કે સરકાર પોતે જ ગુજરાતના નાગરિકોના કામ પૂર્ણ કરે અને આ લોકશાહીનું આદર્શ ઉદાહરણ છે. શ્રી શાહે કહ્યું કે, અગાઉની સરકારોનાં શાસનમાં આપણે જોયું છે કે યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ હતી.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્ર મોદીજીએ આઠ વર્ષમાં દરેક ઘરમાં ગેસનો ચૂલો પહોંચાડ્યો છે, શૌચાલય પહોંચાડ્યા છે, દરેક ગરીબના ઘરમાં બૅન્ક ખાતા લાવ્યાં છે, વીજળી પહોંચાડી છે અને હવે દરેક ગરીબનાં ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લાં આઠ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. અગાઉની સરકારોનાં શાસનમાં ગરીબો સુધી કશું પહોંચતું ન હતું, પરંતુ આજે મોદીજી આ તમામ યોજનાઓને દેશના કરોડો લોકો સુધી લઈ ગયા છે અને તેમણે આ નીતિની શરૂઆત ગુજરાતથી કરી છે. શ્રી શાહે કહ્યું કે ગુજરાતનું આ મોડલ દેશભરમાં ચર્ચામાં રહ્યું અને તેનાં કારણે દેશની જનતાએ શ્રી નરેન્દ્ર મોદીજીને દેશનું શાસન સોંપ્યું. આજે મોદીજીએ વિઝન, કામ કરવાની શક્તિ અને સમગ્ર દેશમાં કેવી રીતે પરિવર્તન આવે છે તેનું આદર્શ ઉદાહરણ રજૂ કર્યું છે.

 

શ્રી અમિત શાહે જણાવ્યું કે, આજે ગુડાના રૂ.81 કરોડના ચાર પ્રોજેક્ટ અને રૂ.193 કરોડના મહાનગરપાલિકાના 15 પ્રોજેક્ટ, કુલ રૂ.274 કરોડનાં કામો શરૂ કરવામાં આવી રહ્યાં છે. 71 કરોડના ખર્ચે ગુડા ભવનનું નિર્માણ, 38 કરોડના ખર્ચે મધ્યમ આવક જૂથ-1ના 240 લોકોને મકાનો આપવા અને 20 કરોડના ખર્ચે અડાલજને શુદ્ધ નર્મદાનું પાણી પૂરું પાડવાનું કામ થયું છે. 13.52 કરોડના ખર્ચે ગટરનું નેટવર્ક બિછાવવું, 34 કરોડના ખર્ચે શુદ્ધ પાણી અને ટાંકીઓ પૂરી પાડવી, ઝુંડાલ ગ્રામ્ય કક્ષાના ભાગમાં રૂ. 12 કરોડના ખર્ચે પાણી પુરવઠાનું નેટવર્ક બિછાવવું, 5.66 કરોડના ખર્ચે અમિયાપુર, ઝુંડાલ, સુઘડમાં ગટર લાઈનો નાંખવાનું કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત સુઘડ ગામતળ ખાતે રૂ.4 કરોડના ખર્ચે ગટર યોજના, અમિયાપુર, ઝુંડાલ અને સુઘડ ખાતે રૂ. 6 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન, 21 કરોડના ખર્ચે મોટી ગટર લાઇન નાંખવી, કો3 કરોડના ખર્ચે ટેશ્વર ગામ તળ ખાતેથી ગટર યોજના, 13 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન, 22 કરોડના ખર્ચે કોટેશ્વર, ભાટ, સુઘડમાં પાણી પહોંચાડવાનું અને 20 કરોડના ખર્ચે સમગ્ર ખોરજમાં પમ્પિંગ સ્ટેશનનું બાંધકામ ચાલી રહ્યું છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના 7 વિધાનસભા મતવિસ્તારોમાં ગુજરાત સરકાર, કોર્પોરેશનો અને જિલ્લા પંચાયતો દ્વારા આશરે રૂ.8,624 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે જેમાં ઘાટલોડિયામાં 1984 કરોડ, નારણપુરામાં 1300 કરોડ, વેજલપુરમાં 561 કરોડ, સાબરમતીમાં 634 કરોડ, સાણંદમાં 788 કરોડ અને ગાંધીનગર ઉત્તરમાં આશરે 2857 કરોડનાં કામો થયાં છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ જે પણ યોજનઓ બનાવી એને ગુજરાત સરકારે નીચે સુધી પહોંચાડવાનું કામ કર્યું છે, કોરોનાના સમયગાળા દરમિયાન કીટનું વિતરણ હોય, માસ્કનું વિતરણ હોય, ઑક્સિજન પ્લાન્ટ લગાવવાનો હોય કે દરેક વ્યક્તિને રસી આપવાની હોય. આ ઉપરાંત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગરીબ લોકોને બે વર્ષ માટે દરેક વ્યક્તિને પાંચ કિલો અનાજ મફત આપવાનું કામ પણ કર્યું છે.

તેમણે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં આખો દેશ દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરી રહ્યો છે, પછી તે સુરક્ષાની વાત હોય, અર્થતંત્રને મજબૂત કરવાનું હોય, ઉદ્યોગો સ્થાપવાના હોય, નવી શિક્ષણ નીતિ લાવવાની હોય, શિક્ષણને નીચે સુધી પહોંચાડવાનું હોય કે આરોગ્ય ક્ષેત્રે ઘણી યોજનાઓ દ્વારા માળખાકીય સુવિધાઓનું કામ કરવાનું હોય.

SD/GP/JD



(Release ID: 1833374) Visitor Counter : 163